ધાનેરા ના માલોત્રા અને શેરા ગામ માં મુશલધાર વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા તાલુકાના શેરા તેમજ માલોત્રા ગામ માં જળ પ્રલય સર્જાયો હોય એ પ્રમાણે ચારે બાજુ પાણી વહેતું થયું હતું. વરસાદ ખાબકતા ખેતરો મા પાણી ભરાઈ ગયા હતા.ધાનેરા તાલુકાના શેરા થી માલોત્રા ગામ ની સીમ માં સવારે અને રાત્રી દરમિયાન આવેલા ધોધ માર વરસાદ ના કારણે આજે વહેલી સવારે ખતરો અને પાણી ના વહેણ મા પુષ્કળ પ્રમાણ મા પાણી વહેતું નજરે પડ્યું હતું.ખેડૂતો તેમજ પશુપાલકો ને રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ બન્યો હતો.શેરા ગામ થી માલોત્રા ગામ તરફ જતા પાણી નાં વહેણ બે કાંઠે વહી રહ્યા હતા.અણધાર્યા પાણી એ ખેડૂતો ને ફરી એક વાર નુકશાન આપ્યું છે. આજે સવારે આવેલા પાણી ના કારણે ખેડૂતો ના ખેતર બેટ મા ફેરવાઈ ગયા હતા.સાથે પાણી નો પ્રવાહ વધુ હોવાના કારણે પાક પણ ધોવાઈ ગયો છે.ધાનેરા તાલુકા ના માત્ર બે ગામ માં ભારે વરસાદ પડ્યો હોય એ પ્રમાણે ચારે બાજુ પાણી પાણી થઇ ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.