યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખબક્યો હાઇવે સહિત માર્ગો પર પાણી ભરાયા:વાહન ચાલકોને મુશ્કેલી

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ અંબાજી પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા દિવસે અંધારપટ છવાઈ ગયું હતું. ત્યાર બાદ યાત્રાધામ અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. અંબાજીના મુખ્ય માર્ગો સહિતના અન્ય માર્ગો પર પાણી નદીની જેમ વેહતું જોવા મળી રહ્યું છે. અંબાજીના નીચાણવાળા વિસ્તારોમાં વારંવાર વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.