આજે વર્ષનો સૌથી મોટો તહેવાર : દીપોત્સવી ના પર્વની સમગ્ર જિલ્લાભરમાં આનંદ ઉલ્લાસભેર ઉજવણી થશે
ઠેરઠેર રોશની અને આતશબાજી થી વાતાવરણ ખીલી ઉઠશે : મીઠાઈ સહિત વાનગીઓની જયાફત મનાશે
ડીસા સહિત જિલ્લાભરમાં પ્રકાશનું પર્વ દિવાળી ની આનંદ ઉલ્લાસભેર ઉજવણી થશે વર્ષનો સૌથી મોટો ગણાતાં હિન્દૂ તહેવાર દિપોત્સવીના પર્વને લઇ બજારોમાં પણ છેલ્લી ઘડીએ ભારે ભીડ જોવા મળી હતીત્યારે આજે દીવાળી પર્વને લઇ ફટાકડાની આતશબાજી ઘરો દુકાનો અને મંદિરોમાં રોશનીનો ઝગમગાટ સાથે લોકો પણ મીઠાઈની જયાફત માણશે જેને લઇ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દીપોત્સવી ના અંતિમ દિવસે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી મંદીની અસર વચ્ચે શરૂ થયેલા તહેવારોમાં છેલ્લી ઘડીએ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેને લઇ સમગ્ર પર્વ ની રોનક જોવા મળી રહી છે બજારોમાં રેડીમેડ સ્ટોર્સ ગારમેન્ટ ચંપલ શુઝ મીઠાઈઓ સહિત અનેક ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા ત્યારે આજે દિવાળીના પર્વને લઇ ઘરોમાં વિવિધ સજાવટ સાથે આવતીકાલે પડતર દિવસ બાદ શનિવારે નવા વર્ષ ને મનાવવામાં આવશે
સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓનું દોર શરૂ થયો: દીપાવલીના પર્વને લઇ લોકો સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો દોર ચલાવી રહ્યા છે જેમાં આજે દિપાવલી અને નવા વરસનો લોકો ને મેસેજનો મારો થશે
શનિવારે નૂતન વર્ષની ઉજવણી કરાશે: દિપોત્સવી ના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારોમાં અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. જેમા શનિવારના દિવસે વિક્રમ સંવત 2081 નું નવું વર્ષનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારે લોકો દેવ મંદિરો માં દશર્ન કરી લોકોને શુભેચ્છાઓ પાઠવશે
Tags Deepotsavi festival today