આજથી મા આધ્યશક્તિની આરાધનાના સૌથી મોટા ઉત્સવનો પ્રારંભ

ગુજરાત
ગુજરાત

(રખેવાળ ન્યૂઝ)ડીસા આજથી માતાજીના નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે કોરોનાની મહામારી ના બે વર્ષ બાદ યોજાઈ રહેલા ગરબા મહોત્સવ ને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો નવરાત્રિનો ઇંતેજાર આજે પૂર્ણ થતા ખેલૈયાઓમાં પણ અદમ્ય ઉત્સાહ છે. આ વર્ષે આસો સુદ એકમથી નોમ સુધી નવરાત્રીના નવ દિવસ રહેલા છે જેમાં લોકો સાધના આરાધના અને ઉપાસના થકી નવરાત્રી પર્વની પરંપરાગત ધાર્મિક રીતે ઉજવણી કરશે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રીની તૈયારીઓ થઇ ચૂકી છે શેરી ગરબાના આયોજકો દ્વારા નવરાત્રી ના મંડપો સાથે માતાજીના મંદિરનો પણ શણગાર કરવામાં આવ્યા છે. આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિ દરમિયાન ઉત્સવનો માહોલ સર્જાશે.

૨૬ સપ્ટેમ્બર થી ૪ ઓક્ટોબર દરમિયાન નવરાત્રી ઉત્સવ ઉજવાશે
આજથી એટલે કે ૨૬ નવેમ્બર સોમવાર થી આસો નવરાત્રિ ની શરૂઆત થઇ રહી છે. જે ૪ ઓક્ટોબર મંગળવારના રોજ પુર્ણ થશે ત્યારે આસો સુદ ૮ સોમવાર ૩/૧૦/૨૨ (દુર્ગાષ્ટમી) જ્યારે આસો સુદ ૧૦ બુધવાર ૫/૧૦/૨૨ (દશેરા -વિજયાદશમી- નો તહેવાર ઉજવાશે)

ઘટ સ્થાપન કરવાનું શુભ મુહર્ત
સંવત ૨૦૭૮ આસો સુદ ૧ તા. ૨૬/૯/૨૨ ને સોમવાર ના શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ઘટસ્થાપન ના શુભ મુહૂર્તો આ પ્રમાણે છે. સવારે ૬ઃ૩૮ થી ૮ઃ૦૮(અમૃત) ૯ઃ૩૮થી ૧૧ઃ૦૮ (ચલ) ૨ઃ૦૮ થી ૬ઃ૩૮(લાભ અમૃત ચલ) આ સમય દરમિયાન ધટ સ્થાપન કરી શકાશે.

ગાયત્રી પરિવાર દ્વારા નવરાત્રીમાં વિશેષ અનુષ્ઠાન કરાશે
નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગાયત્રી પરિવાર દ્વારા વિશેષ અનુષ્ઠાન કરવામાં આવતું હોય છે જેમાં નવ દિવસ સુધી દૈનિક ૨૭ અને ૧૨ માળા ઉપરાંત દૈનિક ૨૭૦ અને ૧૦૮ મંત્રલેખન તથા દૈનિક ૧૨ ચાલીસના પાઠ કરવામાં આવશે અને છેલ્લા દિવસે ગાયત્રી શક્તિપીઠ ડીસામાં યજ્ઞની અનુષ્ઠાનની પુર્ણાહુતી કરાશે.
નવરાત્રી દરમિયાન વરસાદનુ વિધ્ન નડવાની શક્યતાઓ
આજથી શરૂ થતા નવરાત્રી મહોત્સવ દરમિયાન વરસાદનુ વિધ્ન આવવા ની પણ શક્યતાઓ ને લઇ આયોજકો પણ ચિંતા નો માહોલ જાેવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે વિદાય લઇ રહેલા ચોમાસુ ત્રતુ વચ્ચે વરસાદી સિસ્ટમ ને લઇ ૨૭ સપ્ટેમ્બરથી અનેક સ્થળો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.