દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિયંત્રણ તમાકુની બનાવટ વેચતા સરપ્રાઈઝ ચેકીંગ
દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિયંત્રણ અંતર્ગત તમાકુની બનાવટ વેચતા લારી ગલ્લા, પાર્લર, દુકાનો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું કસૂરવાર વેપારીઓ અને દુકાનદારો દંડાયા
બનાસકાંઠા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપેડેમિક અધિકારીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો. કિરણ ગમારના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકાના દાંતા ખાતે તમાકુ નિયંત્રણનો કાયદા કોટપા એક્ટ અંતર્ગત આરોગ્ય સ્ટાફ દ્વારા “વિશ્વ તમાકુ નિષેધ દિન”-2024 ની થીમ તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બાળકોનુ રક્ષણના સંપૂર્ણ અમલિકરણ થાય તે હેતુથી દાંતા તાલુકામા તમાકુ અને તેની પ્રોડક્ટ વેંચતા તમામ પાન ગલ્લા, પાન પાર્લર, દુકાનોનુ પ્રા.આ.કે. મોટાસડા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધારાયું .જેમાં કોટપા એક્ટની કલમ 6-અ હેઠળ કાયદાનુ પાલન ન કરનાર વેપારી-દુકાનદાર ને દંડનીય કાર્યવાહી કરવામાં આવી, જેમાં કુલ મળીને 1150 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.