શિહોરી પાટણ રોડ ઉપર આવેલ ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહીત કેબલ વાયર ચીજ વસ્તુઓ ની ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ હાઇવે રોડ ઉપર આવેલ ઉમિયા એન્જિનિયરિંગ કુળદેવી વેલડિંગ અને ગજાનંદ સબમસિર્બલ પંપ સર્વિસ એમ ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહીત કેબલ વાયર ચીજ વસ્તુઓ ની ચોરી ની ધટના સામે આવી..

શિહોરી ખાતે આવેલ ત્રણ દુકાનો ને રાત્રે કોઇ અજાણ્યા ઈસમોએ ટાર્ગેટ બનાવી ને દુકાનોના તાળા તોડી નકૂચા વેરી ને ચીરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે હવે પોલીસની આંખોમાં ધૂળ નાખી ને શિહોરી પાટણ હાઇવે રોડ ઉપર આવેલ ઉમિયા એન્જિનિયરિંગ મોટર રિવાઈડીગ માં રોકડ રકમ 17.500 અને કેબલ વાયર તેમજ કોપર વાયર ના બોક્ષ મળીને કુલ રૂ.1.45000 ની ચોરી થઈ હોવાની શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ને તપાસ હાથ ધરાઈ. અરજદાર પટેલ પ્રકાશભાઈ મણીલાલ મૂળ રહે પાટણ ધંધો શિહોરી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી બોરના કેબલ વાયર તેમજ કોપર વાયર સાથે મોટર બાંધવાનું કામ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.