ડીસામાં વધુ ત્રણ પુરુષ કોરોના પોઝિટિવ, કોરોના પોઝિટિવનો આંક ૪૦ : ૮ સારવાર હેઠળ
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં દિન પ્રતિદિન કોરોના પોઝીટિવ કેશોમાં વધારો થઈ રહ્યો છે જેમાં વધુ ત્રણ પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તેમનો સંપર્ક કરી તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરોન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે.
ડીસામાં શુક્રવારે વધુ ત્રણ પુરુષને કોરોના પોઝીટિવ આવતા ફરી સમગ્ર શહેરમાં ભય સાથે હડકમ્પ મચી જવા પામ્યો છે શુક્રવારે એક સાથે ત્રણ આધેડ વ્યક્તિઓને કોરોના પોઝીટિવ આવ્યો છે તેમાં સિંધી કોલોની વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષીય રણજિતસિંહ દલસાજી ઠાકોર તેમજ નિલકમલ સોસાયટીમાં રહેતા ૫૯ વર્ષીય પરસોતમભાઈ શિવાલાલ ખત્રી અને વસુંધરા સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ગોરધનભાઇ હેરુવાળાનો સમાવેશ થાય છે આમ આજના ૩ કેસ સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના ૧૬૪ પોઝીટીવ તેમજ ડીસામાં કોરોનાનો આંકડો ૪૦ એ પહોંચી જવા પામ્યો છે
ડીસામાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેશોમાં બ્રેક લાગી હતી ત્યારબાદ શુક્રવારે અચાનક ૩ પુરુસને કોરોના પોઝીટિવ આવતા આવતા ભય ફેલાયો હતો જેમાં બે દિવસ અગાઉ શહેરના ધરણીધર બંગલોમાં રહેતા જશીબેન ખુશાલદાસ ઠક્કરનો તપાસ બાદ રિપોર્ટ કોરોના પોઝીટિવ આવ્યો હતો ત્યારબાદ બે દીવસમાં કોઈપણ કોરોના પોઝીટિવ કેશ સામે ન આવતા આરોગ્ય વિભાગ પણ રાહત અનુભવી રહ્યું હતું જોકે ત્યારબાદ શુક્રવારે વધુ ત્રણ કેશો સામે આવતા શહેરમાં કોરોના પોઝીટિવનો આંકડો ૪૦ ઉપર પહોંચ્યો છે
જેમાં સારવાર દરમિયાન અત્યાર સુધી ૪ લોકોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે ૨૭ લોકોએ સારવાર દરમિયાન કોરોનાને મ્હાત આપી છે અને હાલમાં ૮ લોકો સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું જોકે આજે આવેલા કેસને લઈ આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ ત્રણેયના સંપર્કમાં આવેલ તમામ લોકોની યાદી તૈયાર કરી તેમને ક્વોરોન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં કોરોનાના વધતા જતા કેસોને લઈ ફફડાટ ફેલાયો છે.