ડીસામાં વધુ ત્રણ વ્યક્તિ કોરોના પોઝિટિવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર, ડીસા : સરહદી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં સોમવારે વધુ ૩ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક ૧૪૫ એ પહોંચ્યો છે. જ્યારે ૬ વ્યક્તિઓના મોત થયા છે.
બનાસકાંઠા જિલ્લામાં સુઇગામને બાદ કરતાં ૧૩ તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે. જ્યાં મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. તો બીજી તરફ કોરોના પુનઃ માથું ઊંચકી રહ્યો છે. જ્યાં સોમવારે વધુ ૩ વ્યક્ત કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.ડીસામાં લોકડાઉન દરમિયાન કોરોનાના કેસ ઓછા નોંધાયા હતા. તેમાં પણ મોટાભાગના દર્દી બહારગામથી આવેલા અને બાદમાં સાજા થઈ ગયા હતા. તેથી કેસમાં પણ ઘટાડો થયો હતો. બાદમાં અનલોક – ૧ માં શરતી છૂટછાટ મળતા જ શહેરીજનો જાણે કોરોનાથી બેફિકર થઈ ગયા હતા. તેથી સંક્રમણ વધવાની શકયતા વચ્ચે રવિ અને ગુરુવારે ૩- ૩, શુક્ર અને શનિવારે ૧- ૧ તેમજ રવિ અને સોમવારે પણ ૩- ૩ કેસ નોંધાયા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, જગદીશભાઈ તુળજારામ ઠક્કર (૬૦ વર્ષ, ઉન્નતિ પાર્ક,ડીસા ), દશરથભાઈ નાનાલાલ ચોખાવાલા (૭૬ વર્ષ, કુંજ સોસાયટી, ડીસા) અને દેવચંદભાઈ નાનાલાલ ચોખાવાળા (પ્રતાપચાલી, ડીસા)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કાંકરેજના તાંણામાં વૃધ્ધાના પોઝીટીવ રિપોર્ટ સાથે જિલ્લામાં કુલ દર્દીઓનો આંક ૧૪પએ પહોંચ્યો છે. જ્યારે ૬ વ્યક્તિઓના મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.