કાંકરેજ તાલુકાના બનાસ નદીના પટમાં થી બિનઅધિકૃત રીતે રેતી ભરેલા ડમ્પર ચાલકે ત્રણ બાઈક અને દુકાનને ઉડાડ્યા
અક્સ્માત કરી ડમ્ફર પલ્ટી મારી જતાં સદનશીબે મોટી જાનહાનિ ટળી: કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની સરકારી તિજોરી અને રાહદારીઓ સહીત નાના નાના વાહન ચાલકો ને મોટા પ્રમાણમાં નુકશાન કરી રહ્યા છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના મોટા જામપુર ની બનાસ નદીમાં થી બિન અધિકૃત રીતે રેતી ભરીને જતી એક ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ત્રણ બાઈક અને દુકાનને અડફેટે લેતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
જેમા જામપુર ચોકડી પર ડમ્પર પલ્ટી જતાં સદનશીબે મોટી દુઘર્ટના ટળી હતી જેમાં એક બાઈક ચાલક ને માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને દુકાનના પતરા નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા બેફામ ચાલતા ડંફારો થી લોકો ને જીવના જોખમ હોય છે. પરંતુ માથા ભારે ભુ માફિયા ઓને કોણ કહે?