આ વર્ષે બટાકા પકવતા ખેડૂતોને બેવડો નહીં પણ ત્રણ ગણો માર પડ્યો જેને લઇને ખેડૂતોની હાલત કફોડી બની

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા બટાકા ઉત્પાદનનું હબ કહેવાય છે. જો કે આ વર્ષે બટાકા પકવતા ખેડૂતોને બેવડો નહીં પણ ત્રણ ગણો માર પડ્યો છે. જેને લઇને ખેડૂતોની હાલત કફોડી બની છે. ચાલુ વર્ષે ઠંડીની શરૂઆત મોડી થવાથી મોટાપાયે બટાકાના પાકમાં સુકારાનો રોગ લાગુ પડ્યો છે. સુકારાના રોગને પગલે સમગ્ર જિલ્લાનું બટાકા ઉત્પાદનનું પ્રમાણ નીચે ગયું છે. તો બીજી બાજુ વાતાવરણ અને ઠંડીમાં ઉતારચઢાવને કારણે આગોતરો અને પાછોતરો પાક એકી સાથે પાકી ગયો છે.

ખેડૂતો પાક વાવે તેમાં આગતોરો અને પાછોતરો એમ 2 વખત બટાકાનો પાક પાકે છે. જેને લઇને માર્કેટમાં બટાકાની સપ્લાય એકધારી રહે છે. જો કે આ વર્ષે તાપમાન અને સિઝનલ બદલાવોને લઇ પાછોતરો અને આગોતરો બંન્ને પાક એકી સાથે પાકતાં માર્કેટમાં બટેકાનો ભાવ તળીયે પહોંચ્યો છે. એટલું જ નહીં, ખેડૂતોના બટેકાનું કદ પણ નાનું રહી જતાં મોટાપાયા પર ખેડૂતોને તૈયાર પાકમાં નુકસાન થયું છે. 40મીલીમીટર કરતા નાના કદના બટાકાનું પ્રમાણ વધારે છે. જેના માર્કેટમાં સારા ભાવ મળતાં નથી. આમ ખેડૂતોને એકી સાથે 3 બાજુએથી માર પડતાં બનાસકાંઠામાં બટાકાનું વાવેતર કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

હાલ ખેડૂતોને 20 કિલો બટાકાના 110થી 150 રૂપિયા મળી રહી રહ્યા છે. જે પોષણક્ષમ ભાવ કરતાં ખુબ નીચો છે. ગત વર્ષે ખેડૂતોને 20 કિલોના 200 રૂપિયા ભાવ મળ્યો હતો. એટલું જ નહીં, જિલ્લામાં 40 ટકા બટાકા પ્રોસેસિંગ બટાકાનું વાવેતર થયું છે. જેનો ઉપયોગ ચિપ્સ સહિતની વસ્તુઓ બનાવાવમાં થાય છે. ત્યારે 60 ટકા વાવેતર ભોજન સહિતની વસ્તુઓમાં ઉપયોગમાં લેવાતા બટાકાનું વાવેતર થયું હતું..તેવામાં તમામ પ્રકારના બટાકા વાવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.