અંબાજી મંદિરનાં શક્તિદ્વાર આગળથી બાઈક લઇ ચોર રફૂચક્કર

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજીમાં અગાઉ પણ અનેકો બાઈક ચોરીની ઘટનાઓ બની છે. તો તેના સીસીટીવી પણ સામે આવતા રહ્યા છે. પણ હજી સુધી આ બાઈક ચોરો બેફામ બની બાઇક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જેને લઈને અંબાજી ગ્રામજનોમાં પોતાની બાઈકને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે ગ્રામજનો અંબાજી પોલીસને બાઈક ચોરો પર કડક એક્શન લેવાની વાતો કહી રહ્યા છે. જેથી બાઇક ચોરીની ઘટનાઓને રોકી શકાય અને અપરાધીઓમાં પોલીસનો ડર જળવાઈ રહે. યાત્રાધામ અંબાજીમાં બાઇક ચોરીની ઘટનાઓ પર બ્રેક લાગતો દેખાતો નથી. અંબાજીમાં બાઇક ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળથી ચોર બાઈક લઈ રફૂચક્કર થયો હતો. ત્યારે આ તમામ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળ હાઇવે માર્ગ પર રાખેલી બાઇકને ચોર મોઢે રૂમાલ બાંધી ત્યાંથી લઈ જતો સીસીટીવીમાં કેદ થયો છે. અંબાજીમાં અગાઉ પણ બાઈક ચોરીની અનેકો ધટનાઓ સામે આવી છે. જેને લઇને અંબાજીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.