ધાનેરા શહેરમાં બંધ મકાનમાં તલવાર સાથે ઘુસેલા ચોરોએ દાગીના સહિત રોકડની ઉઠાંતરી કરી
ધાનેરાની મધુસુદન હોમ્સ સોસાયટીમાં બંધ મકાનમાં હથિયારો સાથે ઘુસેલા ચોરોએ હાથ ફેરો કર્યો જ્યારે થરાદ હાઇવે રોડ પરની અન્ય સોસાયટીઓમાં પણ ચોરીના પ્રયાસ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધાનેરા શહેરમાં આવેલી મધુસુદન હોમ્સ સોસાયટીમાં ગત શનિવારની રાત્રીના એક બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી: ધાનેરા શહેરમાં આશિયા રોડ પર આવેલી મધુસુદન હોમ્સ સોસાયટીમાં રહેતા ભાવેશકુમાર વાસુદેવભાઈ ત્રિવેદી અંગત કામથી બહાર ગયેલા હોઈ તેમના બંધ મકાનનું તાળું તોડી ચોર ઘુસ્યા હતા અને ઘરમાં પડેલ સોનાની બે નંગ બુટ્ટી, એક સોનાની વીંટી, નાના બાળકના બે ચાંદીના કડા અને રૂ.૧૫૦૦૦ રોકડ સહિત અગત્યના દસ્તાવેજોની ચોરી કરી હતી જ્યારે ચોર બંધ મકાન ચોરી કરી રહ્યા હતા.
ત્યારે જ સામેના મકાનમાં રહેતા દિનેશભાઇના પત્નીએ ચોરોને તલવાર સાથે બંધ મકાનમાં જોઈ જતા સોસાયટીના પ્રમુખ ભરત ભાઇ ને જાણ કરતો. ભરત ભાઇ એ સોસાયટી નાલોકોને જાણ કરતા સોસાયટીના રહીશો લાકડીઓ સાથે આવી જતા હોબાળો થતા હાથીયારો સાથે આવેલા ચોરો રોકડ અને દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જે બાબતે ધાનેરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવવા આવી હતી.
Tags Dhanera jewelry locked house Looted