![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/થર્વદ-01-હેડ.jpg)
થેરવાડા ગામે ચાલુ વીજ વાયર તૂટી જતા અફડા તફડી જેના કારણે અનેક ઘરોમાં પંખા અને મોટર સહિતના વિજ ઉપકરણો બળી ગયા
ડીસા તાલુકાના થેરવાડા ગામે અચાનક ચાલુ વીજ વાયર તૂટી જતા અફડા તફડી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ વિજવાયર તૂટી જતા સર્જાયેલ દુર્ઘટનાથી વીજ પ્રવાહ વધતા ગામમાં અનેક ઘરોમાં મોટર અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી જતા ગામજનોને મોટુ નુકસાન થયું છે.
ડીસા તાલુકાના થેરવાડા ગામે આજે વીજ દુર્ઘટના સર્જાઇ હતી. થેરવાડા ગામમાં શંકર ભગવાનના મંદિરથી જુનાવાસ તરફ થ્રીફેજ વીજ લાઈન પસાર થાય છે આ લાઈન પર આજે ટેકનિકલ ખામી સર્જાતા અચાનક ચાલુ વીજ વાયર તૂટીને નીચે પટકાયો હતો.અચાનક ચાલુ વિજવાયર તૂટી જતાં અફડા તફડી સર્જાઇ હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ ભેગા થઈ યુજીવીસએલને જાણ કરી હતી.ગામ માંથી પસાર થતી વીજ લાઈન પરથી અચાનક ચાલુ પ્રવાહનો વાયર તૂટી જતા વીજ પ્રવાહ વધી ગયો હતો જેના કારણે અનેક ઘરોમાં પંખા અને મોટર સહિતના વિજ ઉપકરણો બળી ગયા હતા.
આ બનાવ અંગે ગામના જાગૃત નાગરિક મેઘા ભાઈ ગોવા ભાઈ ચૌધરી જણાવ્યું હતું કે આજે સવારના સમયે ગામમાંથી પસાર થતા ચાલુ વીજ લાઈનનો વાયર અચાનક તૂટી ગયો હતો અને ચાલુ વાયર નીચે પડતા વીજ પ્રવાહ વઘી જવાના કારણે મારા ઘરમાં પાણીની મોટર બળી ગઈ છે. આ સિવાય આજુબાજુના ઘરમાં પણ તપાસ કરતા અનેક જગ્યાએ મોટર અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી જતાં ગ્રામજનોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આ બનાવ અંગે અમે યુજીવીસએલને પણ જાણ કરી છે.