સરહદી પંથકમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

હાલ બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. થરાદ,વાવ અને સુઈગામના પેટ્રોલપંપો ઉપર છેલ્લા એક અઠવાડીયાથી ડીઝલ પેટ્રોલના પુરવઠાની અછત સર્જાતાં થરાદના ધારાસભ્યએ સરકારને પત્ર લખી પેટ્રોલ પંપોને પુરતો પુરવઠો મળી રહે એ બાબતે ઓઇલ કંપનીઓ જાેડે મિટિંગ કરીને પુરવઠો નિયમિત મળી એ માટે ભલામણ કરી હતી. થરાદના ધારાસભ્યએ સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મત વિસ્તાર થરાદ તાલુકો તેમજ વાવ અને સુઈગામના પેટ્રોલપંપો ઉપર છેલ્લા એક અઠવાડીયાથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પુરતા પ્રમાણમાં ન હોવાથી પેટ્રોલ ડિઝલની અછત ઊભી થવા પામી છે. અહીના વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતી કામ સાથે જાેડાયેલા હોવાથી તેમને ડીઝલની ખુબ જ જરૂરિયાત રહે છે અને અત્યારે એક બાજુ ચોમાસુ સિઝન શરૂ થવા જઈ રહી છે અને બીજી બાજુ પેટ્રોલડીઝલની અછત સર્જાઈ છે, ત્યારે આકાશમાં મેઘરાજાના મંડાણ થયેલ હોઈ ખેડુતોને સમયસર ડિઝલનો પુરવઠો નહીં મળે તો ટ્રેક્ટર સહિત ખેતીના બધા સાધનો ઠપ થઈ જશે અને આવા સંજાેગોમાં જાે સમયસર વાવણી ન થઈ તો ચોમાસુ પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહયો છે.

એડવાન્સ પેમેન્ટ આપ્યુ હોવા છતા પેટ્રોલ ડીઝલનો પુરવઠો સમયસર મળતો નથી
આ અંગે પેટ્રોલ પંપના ડિલરોને પુછપરછ કરતાં જાણવા મળ્યું છે કે બે ત્રણ ગાડીઓનું પેમેન્ટ એડવાન્સમાં જમા કરાવેલ હોવા છતાં કંપની તરફથી પેટ્રોલ ડીઝલનો પુરવઠો સમયસર મળતો નથી.અત્યારે આ વિસ્તારના મોટાભાગના પેટ્રોલ પંપો ડ્રાય (બંધ) હાલતમાં છે.એચ.પી.સી.એલ. અને બી.પી.સી.એલ.કંપની તરફથી વાયા વાયા જાણવા મળેલ છે કે માલની શોર્ટ સપ્લાય ઉપરથી જ હોઈ જ્યારે પુરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે ત્યારે રેગ્યુલર આપવામાં આવશે. આમ, પેટ્રોલ ડિઝલની અછતના કારણે આ વિસ્તારના ખેડુતો તેમજ નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે. આથી, પેટ્રોલ પંપોને પુરતો પુરવઠો મળી રહે એ બાબતે ઓઇલ કંપનીઓ જાેડે મિટિંગ કરીને પુરવઠો નિયમિત મળી એ માટે ભલામણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.