…તો સુરક્ષિત વડગામ બેઠક પણ કોંગ્રેસના હાથમાંથી જશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ માટે સૌથી સુરક્ષિત ગણાતી વડગામ બેઠક ઉપર સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવા માંગ ઉઠવા પામી છે. જ્યારે વર્તમાન ધારાસભ્યને લઈ મુસ્લિમ તેમજ દલિત સમાજમાં વિરોધનો સુર ઉઠવા પામ્યો છે.ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ની રણનીતિ સાથે વડગામના છાપી નજીક મજાદર પાસે આવેલ એક હોટલમાં સોમવારે વડગામ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હબીબભાઈ એવરાની અધ્યક્ષતામાં ચિંતન બેઠક મળી હતી. જેમાં મુસ્લિમ તેમજ દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણી માં સ્થાનિક ઉમેદવાર ને ટિકિટ ફાળવવા ની માંગ સાથે પ્રદેશ મોવડી મંડળ ને રજુઆત કરવા નું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. દરમિયાન વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીગ્નેશ મેવાણી સામે કોંગ્રેસના આગેવાનો દ્રારા આક્ષેપો કરી જણાવ્યું હતું કે ધારાસભ્ય તાલુકાના વિકાસના કામો કરવામાં નિષ્ફળ નિવડવા સાથે સમય આપતા ન હોવાનું જણાવ્યું હતું બેઠક માં સ્થાનિક ઉમેદવાર ને ટિકિટ ફાળવવામાં નહિ આવે તો ચૂંટણી માં વિરોધ કરવા સાથે નિષ્ક્રિય રહેવા પણ આહવાન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા યોજાયેલી સમાજની બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું ?
આ ચિંતન બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જાકિર ચૌહાણ, અતિકુરહેમાન થરાદરા, ઉસ્માનભાઈ મુખી ડેલીગેટ, ડાયાભાઇ સોલંકી, યાસીનભાઈ ખોખર પૂર્વ પ્રમુખ વડગામ, બાબુભાઇ જગાણિયા, સમસુદ્દીન ઢુંકકા ડેલીગેટ, જાફરભાઈ સિપાઈ, ડો. ઇમરાનભાઈ જગરાળા, યાકુબભાઈ બિહારી, દાનાભાઇ ગેલોતર, ભીખાભાઇ ચૌહાણ સહિત જિલ્લા તેમજ તાલુકાના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહેતા આગામી ચૂંટણી કોંગ્રેસ માટે પડકાર રૂપ બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

સ્થાનિક ઉમેદવારો નિષ્ક્રીય રહીને વિરોધ કરશે
વિધાનસભાની ચૂંટણી પહેલા જ વડગામ બેઠકને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જાેવા મળી રહ્યો છે. વડગામ પંથકના લોકો કોંગ્રેસને સ્થાનિક ઉમેદવાર આપવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિક ઉમેદવાર ને ટિકિટ ફાળવવામાં નહિ આવે તો ચૂંટણી માં વિરોધ કરવા સાથે નિષ્ક્રિય રહેવા પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.