વડગામના ધોતામા ધોળા દિવસે સોના ચાંદીના દાગીના ની ચોરી
રાજેસ્થાનનો પરીવાર ધંધા અર્થે ધોતામા સ્થાયી થયેલો છે : પરીવાર સવારે કામે ગયો તસ્કરો દિવસે દાગીના ઉઠાવી ગયા
વડગામ તાલુકાના ધોતા ગામમાં રહેતા એક રાજેસ્થાન પરીવાર ના બંધ મકાનમાં થી ધોળા દિવસે કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા સોના ચાંદી ના દાગીના ની ચોરી કરી જતાં આ અંગેની ફરીયાદ વડગામ પોલીસ મથકે નોંધાવા પામી છે.
વડગામ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વસંતસિંહ ખેમસિંહ રાજપૂત હાલ રહે ધોતા તા.વડગામ,મુળ રહે સનપુર તા.રેવદર,જિ.શિરોહી વાળા છેલ્લા આશરે ૨૦ વર્ષ થી ધોતા ખાતે ધંધા રોજગાર માટે રહે છે.જેઓના રહેણાંક છાપરાવળા મકાન માંથી કોઈ અજાણ્યા ચોર ઇસમો દ્વારા દિવસ દરમિયાન રહેણાંક છાપરામાં તાળું તોડીને પ્રવેશ કરીને અંદર સોનાની બુટ્ટી,સોનાની કંઠી, ચાંદીના કડલા, ચાંદીની પાયલ મળીને કુલ રૂપિયા ૧,૩૯,૦૦૦/- (એક લાખ ઓગણચાલીસ) રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને લઈ જતાં આ અંગેની વસંતસિંહ એ વડગામ પોલીસ મથકે નોંધાવી હતી.