ધાનેરામાં પાંચ મકાનોમાં ચોરીથી ફફડાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકામા મકાન, મંદિર, શાળા, દુકાન કે પછી દૂધ મંડળી તમામ જગ્યાએ ચોરીના બનાવો બની ચુક્યા છે. જેમાં એકાદ ચોરીના બનાવને બાદ કરતાં મોટાભાગની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ અસફળ રહી છે. તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી ધાનેરા શહેરમાં આવેલ બે અલગ અલગ સોસાયટીના પાંચ મકાનોમા હાથફેરો કર્યો છે. આ બનાવથી શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ધાનેરાની ગોકુળનગર સોસાયટીના મકાનોમાં અવારનવાર ચોરીઓ થતી આવી છે. ઉતરાણ તહેવાર અને શની રવિની રજાઓમાં પરિવારો પોતાના વતને કે સગા સંબધીના ઘરે ગયા હતા. જેનો ફાયદો ઉઠાવી તસ્કરો ગત શનિવારની રાત્રે બંધ ચાર મકાનોનું તાળું તોડી મકાનમાં પડેલ મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. બંધ ઘર હોવાથી કેટલી ચોરી થઈ તે જાણવા મળ્યું નથી.પરંતુ ઘરમા પડેલ તમામ માલસામાન વેર વિખેર કરી રોકડ રકમ તેમજ દાગીના ચોરી ગયા છે.જાેકે, બહારના દરવાજાના તાળા ઉપરાંત ઘરમાં લાગેલ સેન્ટર લોક પણ તસ્કરો તોડવમાં સફળ રહ્યા છે. ગત દિવાળીના તહેવાર પછી માત્ર બે માસના સમયગાળા દરમિયાન ફરીવાર ગોકુળનગરમાં ચોરી થતા સ્થાનિક રહીશો ફફડી ઉઠ્યા છે.
આ ઉપરાંત સુદર્શન સોસાયટીમાં પણ ચોરીનો બનાવ બન્યો હોવાની જાણ ધાનેરા પોલીસને કરાઈ છે. ઘરના મુખ્ય દરવાજા પર લાગેલા નાના તાળાને ખોલી કોઈ ઇસમ કબાટમાંથી રોકડ રકમ લઈ ગયો હોવાની જાણ થતાં પોલીસે ઘરમાં રહેતા ઈસમોની પૂછપરછ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.