ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ મંદિરમાં ચોરી : અંદાજે 50,000 ની ચોરી અન્ય ચીજો લઇ ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ વિવિધ વિસ્તારોમાં મકાન, દુકાન, ગોદામોમાં કે મંદિરોમાં તસ્કરો ચોરીઓને અંજામ આપી પોલીસ તંત્રને ખૂલ્લો પડકાર ફેંકી રહ્યા છે ત્યારે આજે ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રી દરમિયાન તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં જોગણી માતાના મંદિર સહિત રામાપીરના મંદીરની દાન પેટી તોડી અંદાજે 50,000 ની ચોરી કરી અને ચાંદીના છત્તર તેમજ અન્ય ચીજો લઇ ફરાર થઈ ગયા હતા. જે મામલે મંદિરના ભુવાજી જયંતિ ઠાકોર દ્વારા દક્ષિણ પોલીસને જાણ કરતા દક્ષિણ પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.