કાંકરેજ તાલુકામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત
કાંકરેજ ના થરા શિહોરી કંબોઇ વિસ્તાર મા આવતા તમામ ગામો મા વરસાદ સાવ નહીવત થયો છે જેના કારણે ખેડૂતો વાવણી કરી શક્યા નથી અને વરસાદ ની રાહ દેખી ને બેઠા છે. જેમાં કઠોળ મગફળી બાજરી જુવાર ની વાવણી કર્યા વિના રહી છે. આ વર્ષે ચોમાસુ બેસી ગયું પણ વરસાદ મન મૂકી ને વાર્ષિયો નથી અને અત્યારે ગરમી અને બફારો અસહ્ય પડી રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ વરસાદનું ટીપુ પણ પડતું નથી જેથી આ વિસ્તાર મા પ્રથમ પીયત કરી કરેલ વાવણી મુરઝાઇ રહી છે.
અત્યારે ખેડૂતો મેઘરાજા ની કાગડોળે રાહ દેખી રહ્યા છે. પરંતુઆકાશ માત્ર વાદળો થી ઘેરાયેલ રહે છે અને ગરમી અને બફારો થી ત્રાહિમમ છે, આ વિસ્તાર ના ખેડૂતો એ જણવ્યું કે આ વર્ષે વરસાદ ની આશા વધુ હતી પરંતુ જેમ ઉનાળા મા ગરમી ખુબજ પડી પણ તે પ્રમાણ મા વરસાદ આવ્યો નથી એક તરફ બનાસ નદી કોરી છે. પાણી ના તળ ઘણા ઊંડા છે અને આ વર્ષે વાવણી સમયે વરસાદ થયો નથી જેના કારણે ચિંતા થઇ રહી છે. કારણ કે વરસાદ હજુ ખેંચાય તો ચોમાસુ ખેતી કરવી રહી જાય અને જો લેટ વાવણી કરવામાં આવે તો શિયાળુ વાવણી કરવામાં લેટ થવાય જેથી હાલ મા વરસાદ ખેંચાતા ખેડૂત આલમ મા ચિંતા થવા લાગી છે અને થોડી ઘણી વાવણી કરેલ મા બોર ચાલુ કરી પીયત કરવા લાગ્યા છે.