ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી વરસાદ નો અભાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

આદ્રા નક્ષત્ર નો પ્રારંભ : જો વરહે આદ્રા તો ખેડુતો ને બારેમાસ  પાધરા, જિલ્લામાં વાવણીલાયક વરસાદના અભાવે અત્યાર સુધી વાવેતર નહીવત વરસાદની મોટી સિસ્ટમના અભાવે ખેડૂતોને સારા વરસાદની રાહ: સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ ઋતુની શરૂઆત થઈ છે. ત્યારે હજુ વાવણીલાયક વરસાદનો જગતના તાતને ઇન્તજાર જોવા મળી રહ્યો છે, જિલ્લામાં બે દિવસ થી છુટા છવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવા પામ્યો છે. હવામાન વિભાગ જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે  પરંતુ  જિલ્લામાં કોઈ વરસાદી મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યના અન્ય વિસ્તારની સરખામણીએ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી વરસાદ નો અભાવ જોવા મળી રહ્યો છે.

જેના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે જૂન મહિનામાં ખરીફ સીઝનમાં વાવેતર પણ હજુ સુધી સામાન્ય થયું છે જોકે 22 જુન થી આદ્રા નક્ષત્રનો પ્રારંભ થતા જગતનો તાત પણ સારો વરસાદ વરશે તેવી આશા સેવી રહ્યો છે ખેતીમાં એક કહેવત છે કે વરસે આદ્રા તો બારેમાસ પાધરા ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પણ વાવણીલાયક વરસાદ થાય તેવું ખેડૂતો પણ ભગવાન પાસે અરજ કરી રહ્યા છે.

આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી યોગ્ય ગણવામાં આવે છે : ખેતી નિષ્ણાતોઆ અંગે ખેતી નિષ્ણાતોના મતે આદ્રા નક્ષત્રમાં ખરીફ સીઝનની વાવણી કરવી ખુબ જ યોગ્ય ગણવામાં આવે છે  પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થવા પામ્યો નથી જેથી કરી ખેડૂતો જે પિયત વિસ્તાર છે હવે આગામી સમયમાં ખેતરોમાં ઓરવણ કરીને પણ વાવણી પણ શરૂઆત કરશે,

રાજ્યના દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી:  રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ વધી રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમા સારા વરસાદની શરૂઆત થઇ છે પરંતુ તેની સરખામણીએ ઉત્તર ગુજરાત માં વરસાદ સામાન્ય રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદ ની આગાહી કરી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહિત અન્ય વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે તેમ છે.

બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદનું આગમન: આદરા નક્ષત્ર બેસી જતા ખેડૂતોને સારા વરસાદની આશા સેવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારની મોડી રાત્રે પણ વાતાવરણમાં અચાનક પલટા સાથે ભીલડી ડીસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાવા પામ્યો હતો આ ઉપરાંત શનિવાર એટલે કે પૂનમના દિવસે પણ અંબાજી વિસ્તારમાં પણ વરસાદનું આગમન થતાં પ્રજાજનોમાં ખુશીનો માહોલ સાથે ખેડૂતોને પણ વરસાદ થવાની આશા બંધાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.