ચિત્રાસણી 108ના કર્મીઓએ મહિલાની રિક્ષામાં જ ડિલિવરી કરાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી 108ની ટીમે ઇમરજન્સીના સમયે રિક્ષામાં જ ડીલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો છે. 108ની ટીમને વહેલી સવારે માલણ ગામે પ્રસ્તુતિ પીડાનો કોલ મળ્યો હતો જેથી તાત્કાલિક તેઓ રવાના થઈ ગયા હતા, પરંતુ મહિલાને પીડા વધુ થતાં પરિવારજનો રિક્ષામાં જ નીકળ્યા હતા, ત્યારે 108 તાત્કાલિક પહોંચી જઈ મહિલાને તપાસ કરતા દર્દીની ગંભીર હાલત જોઈ દર્દીની ડિલિવરી રીક્ષામાં કરાવવી હતી અને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.ગુજરાત સરકાર અને EMRI GRERN HEALTH SERVICES દ્વારા ચાલતી 108 નિ:શુલ્ક સેવા ગુજરાતભરમાં અંદાજિત 800 થી પણ વધારે એમ્બ્યુલન્સ લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી 108ની ટીમને આજે સવારે માલણ ગામે પ્રસૂતિની પીડાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે 108 ની ટીમ ઘટના સ્થળે જવા રવાના થાય છે, રસ્તામાં થોડે દૂર પહોંચતા જીતુભાઈ કોલર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દર્દી બંકુબેનને ખુબ જ પીડા થાય છે અને અમે સામે રિક્ષામાં લઈને આવીએ છીએ. ત્યાં તાત્કાલિક 108 ના EMT એ દર્દીની ગંભીરતાને સમજી જરૂરી દવાઓ અને જરૂરી સાધનો તૈયાર કર્યા અને દર્દી સુધી પહોંચી ગયા. ત્યાં દર્દી રિક્ષામાં હતા.

 


EMT એ દર્દીને તપાસતા માલૂમ પડ્યું કે આ પ્રથમ ડિલિવરી હતી અને બાળકનું માથું અડધું અંદર અને અડધું બહાર તેવી ફસાયેલી હાલતમાં હતું અને દર્દીની હાલત ગંભીર હતી. જેથી રિક્ષામાં જ ડિલિવરી કરાવવી પડે તેવી પરિસ્થિતિ હતી. ત્યાં EMT ગંગારામભાઈ દ્વારા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર 108ના તાલીમ બધ્ધ EMT ગંગારામભાઈ એ હેડઓફિસ સ્થગિત ડોક્ટરને દર્દીની માહતી આપી અને તેમની સૂચના મુજબ અને PILOT ભવાનજીભાઈ ની મદદ વડે સફળ પ્રસૂતિ કરાવી હતી.જે બાદ બાળકને તપાસતા બાળક રડતું ના હતું અને તેના ધબકારા અને શ્વાસ બંધ હતા. ત્યાં તાત્કાલીક 108 ના EMT એ બાળકને CPR અને BVM કુત્રિમ શ્વાસ આપીને બાળકના બંધ શ્વાસ અને ધબકારાને પુનઃજીવિત કર્યા હતા અને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો જે બાદ વધુ સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.