ખેતીની જમીનો પર ભઠ્ઠાઓથી ખેતીને નુકશાન દાંતા તાલુકાના શિયાવાડા ગામના ગ્રામજનોએ તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહી
દાંતા તાલુકામાં અનેકો ગેરકાયદેસર ઇટવાડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે તાલુકામાં વસવાટ કરતા લોકોએ અનેકવાર આ ગેરકાયદેસર ઇટવાડાઓને લઈને તંત્ર સામે રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા તેમના પર લગામ લગાવવાની કે પછી ગેરકાયદેસર ઇટવાડાઓને બંધ કરાવવાની કોઈપણ કામગીરી હજી સુધી હાથ ધરાઈ નથી. દાંતા તાલુકાના શિયાવાડા ગામમાં ગેરકાયદેસર ઇટવાડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે તેને લઈને શિયાવાડાના લોકોએ અનેકવાર લેખિતમાં તંત્રને રજૂઆત કરી હતી, છતાં હજી સુધી તેમનો નિકાલ આવ્યો નથી.
દાંતા તાલુકો એક અંતરિયાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે. ત્યારે દાંતા તાલુકામાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દાંતા તાલુકાના લોકો મોટાભાગે ખેતી કરીને પોતાનું અને પરિવારનું ગુજારન ચલાવે છે. ત્યારે દાંતા તાલુકામાં આવેલા શિયાવાડા ગામમાં ખેતીની જમીન પર ગેરકાયદેસર ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે.
ખેતીની આ જમીનો પર લોકો ખેતીની જમીનો ખોદી ખોદીને ખેતીની જમીનનો બગાડ કરી રહ્યા છે. સાથે સાથે આજુબાજુ થતી ખેતીને પણ નુકસાન કરી રહ્યા છે. શિયાવાડાના ગ્રામજનો એ આ ધમધમતા ગેરકાયદેસર ઇટવાડાઓના ભટ્ટાઓને લઈને તંત્રને લેખિત રજૂઆત પણ કરી છે, છતાં હજી સુધી આ ધમધમાતા ગેરકાયદેસર ઈંટવાડાઓ પર કોઈપણ કાર્યવાહી હજી સુધી નથી કરી. તે ગેરકાયદેસર ઇટવાડાઓ ફલી ફૂલી રહ્યા છે. તંત્ર દ્વારા તેમના પર કોઈપણ લગામ લગાવવાની કામગીરી હાથ ધરાઈ નથી.
Tags Ambaji Banaskantha ગુજરાત