પાલનપુરના શો-રૂમમાં થયેલ રૂ.૬૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના આબુ હાઇવે સ્થિત રિયા હુંડાઈ કારના શો રૂમમાં ૨૫ દિવસ અગાઉ અંદાજે રૂ. ૬૫ લાખની ચોરી થઈ હતી. જેનો ભેદ ઉકેળતા બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના બે આરોપીઓને રૂ.૨૨ લાખની રોકડ રકમ અને સોના- ચાંદીના દાગીના સહીત કુલ રૂ.૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બનાસકાંઠા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આરોપીઓ મોડેસ ઓપરેન્ડીસ પ્રમાણે આરોપીઓ ટ્રાન્સપોર્ટની ટ્રકમાં ડ્રાઇવર અને કંડકટર તરીકે કામ કરી અલગ અલગ રાજ્યોમાં ટ્રાન્સપોર્ટનો માલ ખાલી કરી આસપાસના શહેરોમા શો- રૂમોને મોબાઇલ મેપમા સર્ચ કરી ચોરી નો ટાર્ગેટ કરતા હતા. ત્રણ જૂને આ ચાર આરોપીઓએ પાલનપુરમાં ટ્રાન્સપોર્ટનો માલ ખાલી કર્યો હતો. અને મોબાઈલમા શો-રૂમ સર્ચ કરી પાલનપુર હાઇવે પર આવેલ કારના શો- રૂમમાં પાછલની દીવાલ કૂદી સાથે લાવેલ સાધનોથી શો-રૂમ નું તાળું કાપી અને તિજાેરી માં પડેલા આશરે ૬૨ લાખ રોકડની ચોરી કરી ફરાર થયા હતા.

હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે ભેદ ઉકેલાયો : આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજે જણાવ્યું હતું કે, તારીખ ૩ જૂન ના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રિયા મોટર્સના શો-રૂમમાં આશરે ૬૨ લાખ જેટલી મોટી રકમની ચોરી થઇ હતી. ત્યાર બાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ટીમ બનાવામા આવી હતી. જેમાં સાયબર પોલીસ સ્ટેશનની પણ મદદ લેવામા આવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જેમાંથી ચાર આરોપીની ઓળખ કરેલી છે. જેમાંથી બે આરોપીઓને દબોચી લેવાયા છે. આ બન્ને આરોપીઓના નામ વિજય રાઠોડ ઉર્ફે કાનો બદામસિંગ રામસિંગ રાઠોડ(બેલદાર) અને માધવ બુધિયા મંગત યાદવ (આહીર) બન્ને રહે.ટેમરેના, પો.બહેરામપુરા, તા.ગોગાવા થાના. ગોગાવા જી. ખરગોન મધ્યપ્રદેશના રહેવાસી છે. બંને આરોપીઓ પર ત્રણ જેટલા ગુના પહેલે થી નોંધાયેલા છે.

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજે જણાવ્યું હતું કે, આ ચોરો બેજકલી અગાઉ ડ્રાઇવિંગ નું કામ કરતા હતા છે. જેથી કરીને આ લોકો આવા જેટલાં જેટલાં શો- રૂમ આવેલા છે એની રેકી કરતા હતા. રેકી બાદ તે ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. આ ગુનાનો ભેદ ઉકેલવામાં તપાસ ટીમમાં કાર્યરત રહી અહમ ભૂમિકા ભજવનાર એલસીબી અને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસના અધિકારીઓ અને પોલીસકર્મીઓને આજે સરહદી ભુજ રેંજના પોલીસ મહાનિરક્ષક જે.આર.મોથલીયાના વરદ હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.