થરાદ માં ખાતર માટે ખેડૂતોની રઝળાપટ જોઈને થરાદ કોંગ્રેસે પ્રાંતને આપ્યું આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

ટૂંક સમયમાં થરાદ પંથકમાં ખાતર ફાળવામાં નહીં આવે તો થરાદ કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે: થરાદ પંથકમાં રવિ સીજનની શરૂઆત થઈ ગઈ છે. ખેડૂતોને પિયત કામ ચાલુ થઈ ગયો છે જેમાં ખેડૂતોને ફોસ્ફોરિક ખાતરોની જરૂરિયાત છે તેમાં થરાદ પંથકમાં ખેડૂતોને રવિ સીઝન માટે ૫૦૦૦ ટનની જરૂરિયાત છે જેને લઈને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના સહિતના આગેવાનોએ હાજર રહી આવેદનપત્ર આપ્યુ હતુ.

તેમજ તેની સામે થરાદ પંથકમાં અત્યારે એક પણ બોરી ખાતર આવેલ નથી કે ફાળવણી થઈ નથી જેમાં ખેડૂતો ખાતર વગર રઝળપાટ કરી રહ્યા છે જેમાં સરકાર દ્વારા સત્વરે ખાતરો ફાળવવામાં આવે તેવી અમારી માંગ છે ખેડૂતોને ખાતર નમળવાના કારણે ખેડૂતો દયનીય અને લાચાર બન્યા છે, આમ ખેડૂતોના હિતમાં સત્વરે ફોસ્ફોરિક ખાતર ફાળવવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે.

થરાદ તાલુકામાં જીરું રાયડું એરંડા બટાકા સહિતના પાકનું વાવેતર કરવામાં આવે તેની પહેલા ખાતર નહીં આપવામાં આવે તો ઉગ્ર માંગ સાથે આંદોલન કરવામાં આવશે જેની તંત્રએ નોંધ લેવી તેમજ ડી.એ.પી અને યુરિયા ખાતર સાથે ખેડૂતોને વધારામાં પ્રવાહી બોટલ ફરજીયાત આપવામાં આવે છે જેની ખેડૂતોને જરૂરિયાત ન હોવા છતાં પ્રવાહી બોટલ મોંઘા ભાવે આપીને ખેડૂતોને સરેઆમ લૂંટવામાં આવે છે તો તેને પણ રોકવા માટે વિનતી તેમજ થરાદમાંથી પસાર થતી સુજલામ સુફલામ નહેર માં છેલ્લા ત્રણ મહિનાથી પાણી છોડવામાં આવેલ નથી અને નર્મદા ડેમનું પાણી ઓવરફ્લો થઈને દરિયામાં જવા દીધું પણ કાચી નહેર કોરી-ધાકોર પડી છે જેને તાત્કાલિક ધોરણે પાણી ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ છે..ફોટો વિષ્ણુ દવે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.