યાત્રાધામ અંબાજીમાં કોંગ્રેસના આક્ષેપને મંદિરના વહીવટદારે પાયા વિહોણો ગણાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનો કેન્દ્ર છે. ત્યારે દૂર દૂરથી માઇભકતો મા જગતજનની અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવવા અંબાજી આવે છે. હાલમાં ગુજરાતનો સુપ્રસિદ્ધિ યાત્રાધામ ડાકોરમાં VIP દર્શનનો મામલો ચર્ચામાં આવ્યો છે. ત્યારે હવે ડાકોર બાદ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ VIP દર્શન થતા હોવાનું કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે.સુપ્રસિદ્ધ ડાકોર મંદિર બાદ હવે યાત્રાધામ અંબાજી મંદિર પણ વિવાદમાં આવ્યું છે. VIP દર્શન માટે 5 હજાર રૂપિયા લેવાતા હોવાના કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યા છે. અંબાજી આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અંબાજી મંદિરમાં 5 હજાર રૂપિયા લઈને દર્શન કરાવતા હોવાના આક્ષેપ લઈને વધુ એક વિવાદ સર્જાયો છે. અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં દર્શન કરવા હોય તો 5 હજાર રૂપિયા ચૂકવવા પડે છે તેમ તેમને જણાવ્યું હતું. અંબાજી આવેલા હેમાંગ રાવલે અંબાજી મંદિરમાં 5 હજાર રૂપિયા લઈને દર્શન કરાવતા હોવાના આક્ષેપ લઈને વધુ એક વિવાદ સર્જાયો છે. અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં દર્શન કરવા હોય તો 5 હજાર રૂપિયા ચૂકવવા પડે છે તેમ તેમને જણાવ્યું હતું.


અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે, આ બે-ત્રણ દિવસથી અંબાજી મંદિરમાં VIP દર્શન માટે દાન સ્વરૂપે પૈસા સ્વીકારતા હોય એવી વાત જે છે એ મીડિયા સર્કલમાં ચાલી રહી છે. એ બાબતે સ્પષ્ટતા કરીએ તો મંદિર તંત્ર તરીકે અમે સંપૂર્ણ રીતે આનો ખંડન કરીએ છીએ. મંદિરમાં બધાને લોકતાંત્રિક તરીકે દર્શન કરવાનો સમાન અવસર મળે છે. આજ સુધી કોઈપણ નીતિ નિયમમાં કોઈ પણ ચાર્જ લઈને અહીંયા દર્શનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં નથી આવી છે. VIP પ્લાઝા છે ત્યાં પણ મંદિર તંત્રનો સ્ટાફ નિયમિત રૂપે બેસે છે અને ત્યાં યાત્રીકો સ્વેચ્છાથી જે પણ નાની મોટી રકમ લખાવા માંગે હેડ સ્વરૂપે લખાવીને દર્શન કરાવીએ છીએ. પણ જે 5000ની રકમનો અત્યારે ઉલ્લેખ ચાલી રહ્યો છે કે એને લઈને દર્શન કરવામાં આવે છે એ વાત બિલકુલ તથ્યહીન છે. આ વાતને લઇ અમે સંપૂર્ણ રીતે તેનો ખંડન કરીયે છીએ. આ ઉપરાંત આવનાર સમયમાં આ પ્રકારના કોઈ નિર્ણય લેવામાં આવશે અથવા તો બનાવવામાં આવશે તો એને યાત્રિકોની વિનંતીના આધારે જ કરવામાં આવશે.આ અગાઉ પણ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા વિવાદ સર્જાયો હતો. જેને લઈને ધાર્મિક સંસ્થાઓ અને લોકોએ આંદોલન કરવું પડ્યું હતું. જે બાદ કેટલીક સંસ્થાઓ અને ભક્તોએ તંત્ર સામે આંદોલન કરવું પડ્યું હતું. ત્યારે આ 5000 રૂપિયાના દર્શન માટે પણ હવે લોકોએ અને ધાર્મિક સંસ્થાઓએ પણ આંદોલન કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે અંબાજી મંદિરના વહિવટદારને આ મામલે રજૂઆત કરાઈ છે અને જો આગામી સમયમાં આ VIP દર્શન બંધ નહીં થાય તો મોહનથાળ પ્રસાદની જેમ જ આંદોલન કરવાનો વારો આવશે તેમ કહી કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અંબાજી મંદિરના વહિવટદારને પણ આડે હાથે લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.