ડીસા માર્કટયાર્ડમાં શાકભાજીના ભાવ વધતાં ગુહિણીઓનું બજેટ ખોરવાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો: બનાસકાંઠા જિલ્લામાં આવેલી મંડીમાં હાલ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેમાં ચોમાસાની સીઝનમાં પડેલા વરસાદના કારણે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા માર્કેટમાં માલની આવક ઘટી જવા પામી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી ડીસા માર્કેટયાર્ડમાં શાકભાજીના ભાવમાં અધધ વધારો જોવા મળી રહ્યો છે.

જેમાં આજથી ૧૦ દિવસ પહેલા જે શાકભાજી રૂ.૧૦ થી ૩૦ના ભાવે વેચાઈ રહી હતી. જેમાં ૩૦ ટકાથી વધુનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. આમ ડીસા માર્કેટયાર્ડમાં હાલ રિટેલ ભાવની જો વાત કરવામાં આવે તો હાલ માર્કેટમાં ટામેટા રૂ.૭૦ થી ૮૦ કિલો, લીલા મરચા રૂ.૬૦ થી ૮૦, ગીલોડી રૂ.૬૦ થી ૭૦ કિલો, કાકડી રૂ.૪૦ થી ૫૦, દૂધી રૂ.૩૦ થી ૪૦ કિલો, બટાકા રૂ.૩૦ થી ૪૦ કિલો, ડુંગળી રૂ.૪૦ થી ૪૫ કિલો, આદુ રૂ.૧૬૦ કિલો, લીંબુ રૂ.૮૦ કિલો, કોબીજ રૂ.૫૦ કિલો, લીલા ધાણા રૂ.૧૦૦ થી ૧૨૦ કિલોના ભાવે મળી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.