અંબાજી નજીકની રાજસ્થાનની સરહદ હવે ૮ જુને ખુલશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાનમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ રાજસ્થાન સરકારે ગત ૧૦ મે થી ૨૪ મે સુધી સમગ્ર રાજ્યમાં ૧૪ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જે ગઈકાલે ૨૫ મેના રોજ પૂર્ણ થવાની હોઈ રાજસ્થાનની સરહદ ખુલનાર હતી પણ રાજસ્થાનમાં હજી પણ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈ લોકડાઉંન લંબાવામાં આવ્યું છે ને ફરી અંબાજી નજીક રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટથી અવરજવર થતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ લગાવી બોર્ડરને સીલ જ રાખવામાં આવી છે. આગામી ૮ જૂન સુધી ૧૫ દિવસનુ લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.જેને લઈ રાજસ્થાન રોડવેઝ સહીત ગુજરાત એસ.ટી નિગમ ની બસો ના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જયારે ખાનગી વાહનોને અતિ આવશ્યકતાવાળાઓને આરટી -પીસીઆર ટેસ્ટ સહીત જરૂરી દસ્તાવેજાે ચકાસીને જ રાજસ્થાનમાં પ્રવેશ અપાઈ રહ્યો છે ને ખાનગી વાહનોમાં જતા મુસાફરો પાસે પોતાના કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ બતાવવા ફરજ પડાય છે. હાલમાં કોરોનાની ત્રીજી લહેર આવે નહીં તેના માટે કોરોનાની ચેઇન તોડવા ગુજરાતમાંથી માઉન્ટ આબુ તરફ જતા વાહનો ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે તેમ છાપરી રાજસ્થાન સરહદ ચેકપોસ્ટના અરવિંદસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.