ડીસાના કાંટ ગામે ગામતળ અને ગૌચરની જમીન ઉપર દબાણોનો રાફડો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસાના કાંટ ગામે ગ્રામ પંચાયતના સરપંચની રહેમ નજર તળે ગામતળ અને ગોચરની જમીન ઉપર દબાણોનો રાફડો ફાટ્યો છે. કેટલાક ભૂમાફિયાઓ દ્વારા સોના જેવી કિંમતી એવી ગામતળ અને ગોચર સહિતની જગ્યાઓ ઉપર રાતોરાત કબજો કરી અતિ કિંમતી જમીન પચાવી પાડવામાં આવી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.
ડીસાને અડીને આવેલા કાંટ ગામ જે તે સમયમાં અંગ્રેજી શાસકો દ્વારા રેજીમેન્ટ તરીકે ઓળખાતું હતું જ્યાં કેદીઓને રાખવામાં આવતા હતા અને ગામની જ ઉપજાઉં ખેતીની જમીનમાં તેમની પાસે ખેતીકામ પણ કરાવવામાં આવતું હતું. સમયાંતરે સ્વરાજ્ય મળ્યા બાદ ગ્રામ પંચાયત હસ્તકની આ કિંમતી જમીનો ધીમે ધીમે વિલુપ્ત થવા લાગી છે. ગ્રામ પંચાયતના ગામના વર્તમાન સરપંચની રહેમ નજર તળે ભૂમાફિયાઓ દ્વારા સોના જેવી કિંમતી એવી ગામતળ અને ગોચર સહિતની જગ્યાઓ ઉપર રાતોરાત કબજો કરી અતિ કિંમતી જમીન પચાવી પાડવામાં આવી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. ગામની અંદર આવેલ ગોચરની સર્વે નં. ૨૨૩ની સાતેક વિઘા જમીન ઉપર પણ કેટલાક લોકો દ્વારા દબાણ આચરી દેવામા આવ્યું છે. જાણવા મળ્યા મુજબ કાંટ ગ્રામ પંચાયતના રેકર્ડ ઉપર ૫૦ એકર જમીન હતી તેમજ શ્રી સરકાર થયેલી ૪૫ એકર જમીન મળી અંદાજે ૧૦૦ એકર જેટલી કિંમતી સોના જેવી જમીન સંપૂર્ણ દબાણ ગ્રસ્ત થઈ ગઈ છે તેમ છતાં આ મામલે સરપંચ સહીત ગ્રામ પંચાયત દ્વારા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. જેના કારણે ભુમાફિયા બેફામ બની ચુક્યા છે અને ગ્રામપંચાયત હસ્તકની ગામતળ તેમજ ગોચરની જમીન પચાવી પાડવાનો કારસો રચી રહ્યા છે.આમ, સરપંચ તથા સ્થાનિક ગ્રામ પંચાયતના આંખ મિચામણા વચ્ચે આવી રીતે દબાણ થતું રહેશે તો ભવિષ્યમાં ગામમાં ક્યાંય ગામતળ કે ગોચરની જમીન નહી રહે.તો બીજી તરફ આ દબાણ મામલે રેવન્યું વિભાગ પણ ઉંઘતું રહ્યું હાવાનું ચર્ચાઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.