ડીસાની આખોલ ચોકડી નજીક ધાનેરાની જાડી શાળાના આચાર્ય લૂંટાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરાની જાડી (૨) પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત ડી. સૂતરિયા ગત તારીખ ૩૦/૬/૨૨ ને ગુરુવારની સાંજે પોતાના વતન ઇડરથી પરત ધાનેરા આવવા નીકળ્યા હતા અને ડીસાના ગાયત્રી મંદિર પાસે વાહનની રાહ જાેઈ ઉભા હતા. તે દરમ્યાન રાત્રીના નવ વાગ્યાના સુમારે ત્યાં ઉભેલી આઈ ટવેન્ટી કાર સાંચોર જતી હોવાથી ચંદ્રકાન્તભાઈ તેમાં બેઠા હતા. તે કારમાં અન્ય ચારેક ઈસમો પણ બેઠેલા હતા અને કાર રવાના થઈ હતી પણ કાર ચાલકે એકાએક આખોલ ચોકડી આગળ આવેલી ઝોરબા હોટલ નજીક કાર ઉભી રાખી હતી અને કારની પાછળની સીટમાં બેસેલ ઈસમો અચાનક ચન્દ્રકાંતભાઈને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને ગાળો બોલવા લાગેલ તેમજ તેમના હાથ સેલોટેપથી બાંધી દીધેલ અને ધમકી આપી તેમના ખીસ્સામાંથી રોકડા સાત હજાર રૂપિયા, મોબાઈલ ,બેન્ક ઓફ બરોડાની ચેકબુક ,બેન્ક ઓફ બરોડા્‌, યુનિયન બેન્ક અને એસબીઆઈના એટીએમ કાર્ડ, સોનાની ચેન, ઘડિયાળ લઈ લીધેલ તેમજ તેમને ધમકાવી માર મારી તેમની પાસેથી તમામ એટીએમના પાસવર્ડ જાણી તેમાંથી ૧,૪૨,૦૦૦ રૂપિયા પણ ઉપાડી લીધેલા અને કુલ રૂપિયા બે લાખની લૂંટ કરી હતી. બાદમાં આ ઈસમોએ તેમની આંખે પાટા બાંધીને તેમને રાત્રીના નવ વાગ્યાથી અઢી વાગ્યા સુધી ગાડીમાં ગોંધી રાખ્યા હતા અને ખુબ જ માર મારી મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે ડીસા -પાલનપુર હાઇવે ઉપર ચંડિસર નજીક ઉતારી દઈ કાર લઈને ફરાર થઈ ગયા હતા. જાેકે આ ઘટનાને પગલે ચન્દ્રકાંતભાઈએ સવારે ૧/૭/૨૨ ના રોજ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે આ બાબતની ફરિયાદ નોંધવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તેમની ફરિયાદના આધારે અજાણ્યા ચાર ઈસમો સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.