બાળકો શારીરિક રીતે મજબૂત બને તેને લઈ જનાલી પ્રાથમિક શાળા એ જીવંત કરી જૂની રમતો
ધાનેરા તાલુકાની સરહદી જનાલી પ્રાથમિક શાળા ખાતે એક બે નહીં પણ 10 કરતા પણ વધારે જૂની રમતો બાળકો ને રમાડી તેઓ નું ધ્યાન મેદાન તરફ વાળવા નો પ્રયાસ કર્યો છે.
જનાલી પ્રાથમિક શાળાના બાળકો એ નિષ્ઠાન યુક્ત ભોજન સાથે વિવિધ રમતો મા ભાગ લીધો હતો. વર્ષો પહેલા શારીરિક કસરત સાથે રમાતી વિવિધ રમતો ભુલાઈ રહી છે. જેને ધ્યાને રાખી જનાલી પ્રાથમિક શાળા ખાતે રમતોશ્વ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબુ ચમચી..ભુગ્ગા ફોડ..કોથળા દોડ.. લંગડી..દોડ પકડ સહિત ની રમતો બાળકો ને રમાડવામાં આવી હતી જેમાં બાળકો રમતો ને ભૂલી ના જાય તે માટે એક થી ત્રણ નંબર સુધી ના બાળકો ને ઈનામ પણ આપવામાં આવ્યા હતા. સરહદી શાળાઓ મા થતા આયોજનો બાળકો ના ભાવિ અને બાળકો ને શારીરિક મજબૂત બનાવે છે.
Tags games SCHOOL The primary