ડીસાની એક ગાયિકા નું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી પજવણી કરનાર શખ્સ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની એક ગાયિકાનું ઈન્સ્ટાગ્રામ  ફેક આઈડી બનાવી ફોટા અપલોડ કરી અશ્લીલ ચેટ કરી ગુનો આચરવામાં આવ્યો હતો. જેથી ગાયિકા એ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડીસાની એક ગાયિકાનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જે એકાઉન્ટ મારફતે ફોટા અપલોડ કરી અશ્લીલ ચેટ કરી ગુનો કરવામાં આવ્યો હતો. અને ગાયિકા ને પજવણી કરવામાં આવતી હોવાથી ગઈકાલે આ બાબતે પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. જેથી સાયબર ક્રાઇમ આ ગુનાની ગંભીરતા લઈ સાઇબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ચૌધરી ટીમ સાથે ગણતરી ના કલાકોમાં ફેક એકાઉન્ટ બનાવનાર અને સિંગર ના ફોટા અપલોડ કરનાર પવન ઉર્ફે પ્રવીણ વિષ્ણુભાઈ મહેતા (બ્રાહ્મણ) ની પોલીસે અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.