પાલનપુરના માન સરોવરને બચાવવા વિપક્ષના કોર્પોરેટરે સ્વખર્ચે સાફ સફાઇ કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેરના વોર્ડ નંબર-2માં આવેલા માન સરોવરને બચાવવા જાગૃત યુવાનો અને કોંગ્રેસના કોર્પોરેટરો મેદાને આવ્યા છે. આજે વોર્ડ નંબર-7ના વિપક્ષના કોર્પોરેટ અંકિતાબેન ઠાકોર સહિત શહેરના જાદૃત યુવાનોએ માન સરોવરમાંથી ગંદકી, વેલ અને ગારો સ્વખર્ચે સાફ કર્યો હતો. અને જો પાલિકા સરોવર અંગે સફાઇની તકાદારી નહીં રાખે તો ભુખ હડતાળની અંકિતાબેને ચીમકી ઉચ્ચારી છે.


બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલા માનસરોવર ને બચાવવા જાગૃત યુવાનો અને પાલિકાના કોર્પોરેટરો સ્વખર્ચે સફાઈ કરવા ઉતર્યા છે. માન સરોવરમાં હાલ કેમિકલ યુક્ત અને દુર્ઘનયુક્ત પાણીથી ખદબદી રહી રહ્યું છે. જાગૃત નાગરિકો દ્વારા અવર-નવર નગરપાલિકાને માનસરોવર સફાઈને લઈ રજૂઆતો કરવામાં આવેલી છે છતાં કોઇ કામગીરી ન થતાં આખરે કોંગ્રેસના કોર્પોરેટર અંકિતાબેન ઠાકોર અને પાલનપુર શહેરના યુવાનો દ્વારા આજે માન સરોવર સાફ-સફાઈમાં લાગી ગયા હતા.માન સરોવર ઇતિહાસ નગરી પાલનપુર શહેરની ધરોહ ગણાય છે. આજે એની દશા જોઈ આપ પણ દંગ રહી જશો. જંગલી વેલ તેમાં ઉત્પન થઈ છે. માન સરોવરની હાલત ખુબ જ ગંભીર છે, જો આપણે આપણા પાલનપુર શહેરનું હિત ઈચ્છતા હોઈ તો સાફ સફાઇ રાખવી પડે. નવાબી શાસનમાં આજુબાજુના ગામોમાંથી લોકો માનસરોવર જોવા આવતા હતા, અત્યારે સમગ્ર પાલનપુરની ગંદકી ઠલવાઈ ગઈ છે. આ ગંદકીનું કારણ નગરપાલિકાની બેદરકારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.