પાલનપુરમાં જુના બસસ્ટેન્ડમાં પણ લુખ્ખા તત્વોનો ત્રાસ
પાલનપુરમાં જુના બસસ્ટેન્ડમાં નવિન બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે. પરંતુ તેમાં સીસીટીવી ના હોવાથી બસસ્ટેન્ડમાં પેસેન્જરના ખિસ્સા કપાવવા, મોબાઈલ ચોરી થવા તેમજ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવી અને વાહનો ચોરી થવાના બનાવો બનતા રહે છે. તેમજ રાત્રીના સમયે ઓછી અવર જવર હોવાના કારણે રાત્રે દારૂનું વેચાણ તેમજ દારૂ પીને ધમાલ કરવાવાળા પણ વધતા જાય છે. તેમજ છેડતી ના બનાવો પણ બને છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાજ નવા બસટેન્ડમાં મારા મારીના બનાવ વખતે પણ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને તાત્કાલીક અસરથી અટક કરેલ છે. તો આવો કોઈ બનાવ જુના બસટેન્ડમાં બને તો તેના માટે કોઈજ સગવડ નથી. તો આ બાબતે સત્તાવાળાઓએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ લોક મુખે તો એવું ચર્ચાઈ રહયુ છે કે સરકાર ધ્વારા ફાળવવામાં આવેલ કેમેરાની રકમ અન્ય જગ્યાએ વપરાઈ ગઈ છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.