ડીસામાં વિદેશી દારૂ ભરેલી ઇનોવા ઝડપાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

 

રખેવાળ ન્યુઝ ડીસા
કોરોના મહામારી વચ્ચે આરઆરસેલ સરહદી રેન્જ ભુજ દ્રારા ડીસા પંથકમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે પેટ્રોલિંગ દરમ્યાન આરઆરસેલ દ્રારા ૨ લાખનો દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી પાડી છે. પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે, દારૂ ભરેલી ઇનોવા ધાનેરાથી ડીસા તરફ જનાર છે. જે આધારે વોચ ગોઠવી કાર રોકાવતાં ચાલકે ભગાડી મુકતાં વિઠોદર પાટીયા પાસે ઝાડ સાથે ટકરાઇ હતી. જે બાદમાં કારચાલકને ઝડપી પાડી આરઆરસેલ દ્રારા ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
બનાસકાંઠા જીલ્લાના ડીસાની વિઠોદર ચોકડી પાસેથી આરઆરસેલે દારૂ ભરેલી ઇનોવા ઝડપી પાડી છે. બાતમી આધારે આરઆરસેલે કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ-૧૫૮૬ ની કિ.રૂ.૨,૦૩,૩૩૪, મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૨,૫૦૦, ઇનોવા ગાડીની કિ.રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૦૫,૮૩૪નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમ્યાન કિશનરામ હીરારામ કાવા(બિશ્નોઇ), લાઘુરામ (કુરાડ) બિશ્નોઇ, રમેશ ઉર્ફે બિલ્લો હરીરામ ગોદારામ (બિશ્નોઇ), વિરધારામ હરીરામ ગોદારા (બિશ્નોઇ), દીલીપસિંહ જેતમાલસિંહ વાઘેલા, રહે.વડા (કાંકરેજ), જકુભા ડાહ્યુભા વાઘેલા, રહે.વડા (કાંકરેજ) લોકો સામે નામજોગ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે ડીસા રૂરલ પોલીસે તમામ ઇસમો સામે પ્રોહી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.