ડીસાના નવા ગામે અગ્નિવીરની તાલીમ પુરી કરી આવેલા યુવકની ભવ્ય શોભાયાત્રા કાઢી સ્વાગત કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના નવા ગામે અગ્નિવીરની નવ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી આવેલા યુવકનુ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે નીકળેલી અગ્નિવીરની શોભાયાત્રામાં સમગ્ર ગામલોકો જોડાયા હતા.ડીસા તાલુકાના નવા ગામનો વિજયજી ઠાકોર નામનો યુવક અગ્નિવીરમાં પસંદગી પામ્યો હતો. ત્યાર બાદ તે તાલીમ માટે ભોપાલ ગયો હતો. જ્યાં નવ મહિના સુધી તેણે તાલીમ લીધી હતી. તાલીમમાં તેણે કોઈપણ પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું જોઈએ, દેશના દુશ્મનોનો કઈ રીતે ખાત્મો બોલાવવો, દેશની રક્ષા કઈ રીતે કરવી અને જરૂર પડે તો પોતાના પ્રાણોની પણ આહુતિ આપી દેશ અને દેશવાસીઓની કઈ રીતે રક્ષા કરવી તે માટેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી. 9 મહિનાની તાલીમ પૂર્ણ કરી પોતાના ગામે પરત ફરતા ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.નવા ગામના સરપંચ અને આગેવાનોએ સાથે મળી દેશ સેવામાં જોડાયેલ અગ્નિવીર વિજયજી ઠાકોરની ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી. રુફ વાળી ગાડીમાં ધ્વજ સાથે નીકળેલા અગ્નિવીરની શોભાયાત્રામાં તમામ ગ્રામજનો જોડાયા હતા અને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અગ્નિવીરની ભવ્ય શોભાયાત્રાથી ગામમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.