ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની રજૂઆત કરવા બદલ સાંસદનું સન્માન કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

લાખણીના લાલપુર ગામે ગૌશાળા સંચાલકો ગામ લોકોએ સાંસદનું સન્માન કર્યું: લાખણી તાલુકાની ગૌશાળા સંચાલકો અને ગામલોકો દ્વારા લાખણીના લાલપુર ખાતે આવેલ રામદેવપીર ગૌશાળામાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું દેશની સંસદમાં ગૌહત્યા અટકાવવા જેવા મુદાઓને લઈને રજૂઆત કરવામાં આવતા ગૌભકતો દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાની ચુંટણી પ્રચારમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને સમગ્ર ગૌ-વંશની હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી રજૂઆત લોકસભામાં કરવાનું વચન આપ્યું હતું. તે પ્રમાણે તેમણે દેશની સંસદમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે લાખણી તાલુકાના લાલપુર ગામ ખાતે લાખણી તાલુકાની ગૌશાળા સંચાલકો અને લાલપુર ગામલોકો દ્વારા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

ગેનીબેન ઠાકોરે લાલપુર ગામ ખાતે આવેલ રામદેવપીરના મંદિરે પૂજા અર્ચન કરી હતી ત્યાર બાદ તેમનું ગામલોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ગેનીબેને સભાને સંબોધન કરી સૌનું આભાર માન્યો હતો. અને લાલપુર રામદેવપીર ગૌશાળામાં પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ ગેનીબેને વૃક્ષારોપણ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.