ડીસામાં તાપમાનનો પારો ઘટ્યો : ૧૩.૪ ડીગ્રી નોંધાતા ઠંડીની અસર વધી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે તાપમાનનો પારો ગગડતા મોડી રાતે અને વહેલી સવારે કાતિલ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ભીલડી સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી લોકો કાતિલ ઠંડી અનુભવી રહ્યા છે છેલ્લા બે ત્રણ દિવસ મા લધુત્તમ તાપમાન નો પારો અઢી ડીગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે જેને કારણે ઠંડીનુ પ્રમાણ વધતા લોકો ને તાપણાં સહિત ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે. સીઝનમાં પ્રથમવાર કડકડતી ઠંડીનો અનુભવના પગલે અબાલ વૃદ્ધ સૌ કોઈના આરોગ્ય માટે પણ ઠંડી ખતરારૂપ સાબિત થઇ શકે છે જાેકે ઠંડી નુ પ્રમાણ વધતા ખેતીની સીઝન માટે ખુબજ ઉપયોગી બની શકે છે તેમ ખેડૂતો એ પણ
જણાવ્યું હતું.

ઠંડીનું પ્રમાણ વધતાં ખેતી માટે અનુકૂળ
આ અગે ખેડૂતોએ કહ્યું હતું કે ઠંડીનું પ્રમાણ વધતાં ઘઉં બટાકા રાયડો સહિતના અન્ય શિયાળુ પાકો માટે ખૂબ જ અનુકૂળ બની રહેશે આવુ વાતાવરણ ખેતી માટે ખુબ જ ઉપયોગી છે.

એકાએક ઠંડીનું પ્રમાણ વધતા આરોગ્ય માટે હાનીકારક
ઠંડીનુ પ્રમાણ વધવા ના કારણે જન આરોગ્ય માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે. જેને છેલ્લા બે ત્રણ દિવસથી તાવ શરદી માથાના દુઃખાવા જેવી બીમારી ઓથી લોકો શિકાર બની રહ્યા છે.

આગામી સમયમાં ઠંડીનુ જાેર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડી નુ જાેર વધવાની આગાહી કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ રાજકીય માહોલ વચ્ચે ઠંડીનું પ્રમાણ પણ વધશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.