સુઈગામ વિસ્તારના ડાભી ગામની તાળાબંધીનો મામલો અંબાજી ખાતે શિક્ષણ મંત્રી આગળ ગુંજ્યો
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વિસ્તારની ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળામાં ધોરણ 9 થી 12 માટે શિક્ષકોનો મહેકમ ઓછા હોવાને લઈ ગ્રામજનોએ તાળાબંધી આંચરી હતી જેને લઇ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહિ તે માટેની બુમરાડ ઉઠવા પામી હતી જોકે આ સમગ્ર મામલે અંબાજી પહોંચેલા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ભાઈ ડીંડોર ને અમારા સંવાદ મહેન્દ્ર અગ્રવાલ એ સદર સુઈગામ ડાભી ગામની શાળાને કરાયેલી તાળાબંધી મામલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે પોતે તે હકીકતથી અજાણ છે ને જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી હકીકત જાણી જેવા જણાવ્યું હતું.
એટલું જ નહીં જો શિક્ષકોની ઘટના મામલો હોય તો હાલમાં જિલ્લા ફેર અને આંતરિક બદલી ઓ ના કારણે કેટલાક શિક્ષક મિત્રો પોતાના વતન ગયા હોવાથી કદાચ પ્રશ્ન ઊપસ્થિત થયો હશે તો નજીકના સમયમાં 24,700 જેટલા નવા શિક્ષકોની ભરતી કરવાની હોય તે જગ્યાઓ ભરાઈ જશે તેમ નહીં થાય તો હાલ જ્ઞાન સહાયકની પણ પૂરત્તા તથા કરવાની ખાતરી આપી હતી.
જોકે મામલે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ જણાવ્યું હતું કે સુઇગામ તાલુકાના ડાભી ગામે શાળા ઉચ્ચ માધ્યમિક શાળા ધોરણ 9 થી 12 ના વર્ગો કાર્યરત છે જ્યાં ગ્રામજનો દ્વારા તાળા બંધી કરવામાં આવેલી છે, જેમાં હકીકત એવી છે કે આ શાળાની અંદર ચાર વર્ગો માં ચાર શિક્ષકો કામ કરી રહ્યા છે જેમાં એક શિક્ષક કાયમી અને ત્રણ જ્ઞાન સહાયક પૂરતી લાયકાત ધરાવતા શિક્ષકો છે પણ ગ્રામજનો બધા જ શિક્ષકો તેમને પર્મનેન્ટ એટલે કે કાયમી જોઈએ છે.
જ્યારે હાલમાં સરકાર ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપી કરી છે ને આગામી ટૂંક સમયમાં બનાસકાંઠા સહિત રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી થઈ જશે. સરકારે હાલ જિલ્લા ફેર ની પ્રક્રિયા પણ હાથ ધરી છે તેમાં પણ જિલ્લા ફેર થઈ તો આવશે ને આ તાલુકા ફેરના પણ કેમપ યોજવાના છે જે જોતા આગામી ટૂંક સમયમાં આ ઘટ પણ પુરાઈ જશે ને હાલમાં પણ અભ્યાસ રાબેતા મુજબ ચાલી રહ્યો છે.