એલસીબીએ ધાનેરામાંથી ત્રણ બાઈક સાથે એક શખ્સને ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : બનાસકાંઠા એલસીબીના હેડ.કોન્સ. અરજણાજી, ઇશ્વરભાઇ તથા પો.કો. દશરથભાઇ, અમરસિંહ, શંકરભાઈ ધાનેરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મોટી ડુગડોલ ગામ પાસે આવતા એક ઈસમ પાસેથી શંકસ્પદ હાલતમાં મોટર સાયકલ મળી આવતા તેનું નામ પુછતા મહેન્દસીહ મફતસીહ રાજપુત રહે.તાવેદર તા. રાણીવાડાવાળો હોવાનુ જણાવેલ. જેની પાસેથી નંબર વગરનું હીરો સ્પલેન્ડર મોટર સાયકલ મળી આવતાં વધુ તપાસ કરી અન્ય એક નંબર વગરનું હીરો સ્પલેન્ડર મોટર સાયકલ તથા બજાજ પ્લસર મોટર સાયકલ કબ્જે કર્યા હતા. જેના સાધનીક કાગળો ના હોવાનુ જણાવતો હોઈ કી રુ ૭૦૦૦૦ ના ત્રણેય બાઇક કબજે કરી પુછપરછ કરતા રાજસ્થાન ભીનમાલથી ચોરી કરેલાની કબુલાત કરેલ. જેથી ધાનેરા પોસ્ટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.