કમોસમી વરસાદની આગાહીને લઈ ઈકબાલગઢ ખેતીવાડી બજાર સમિતિએ ખેડૂતોને સચેત રહેવા સૂચના કરી
હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વરસાદની આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં સાવચેતીના ભાગ રૂપે ઈકબાલગઢ ધી ખેતીવાડી બજાર સમિતિ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.બનાસકાંઠા ઈકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓને લઈ ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે સચેત કરાયા છે. નિયામક ખેતી બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર 30 નવેમ્બર થી 02 ડિસેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપી છે.
અમીરગઢ તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બજાર દ્વારા ખેડૂતોને તેના ભાગરૂપે માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ વેચાણ અર્થ આવતા ખેડૂતો પોતાનું ખેત ઉત્પન્ન પ્લાસ્ટિકની તાડપત્રીથી ઢાંકીને લાવવું તેમજ ખુલ્લી જગ્યામાં પડેલી ખેત પેદાશ યોગ્ય સુરક્ષિત જગ્યાએ મૂકવા, વેપારી મિત્રોને પણ માલની યોગ્ય સુરક્ષિત જગ્યાએ ઉતારવા અને સંગ્રહિત કરવો જેથી કરીને કમોસમી વરસાદથી ખેત ઉત્પન્નને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી છે.