અમીરગઢ પાસે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત બે ઈસમોને ગંભીર ઈજાગ્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક એક ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ઇકો ગાડીમાં સવાર બે ઈસમો ને ગંભીર ઈજાઓ પહોંચતા અમીરગઢ પોલીસ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે 108ની મદદથી પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.

જેમાં રાજસ્થાનથી અમદાવાદ જતા પાંચ મિત્રોને એક્કો ગાડીમાં જઈ રહ્યા હતા. અમીરગઢ પાસે આવેલા નેશનલ હાઈવે જોરાપુરા પાટિયા પાસે ઈકો ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતા બાજુમાં ચાલી રહેલા ટ્રક સાથે ધડાકા ભેર ટક્કર થઈ હતી. જેના કારણે ઈકો ગાડીના આગળના ભાગના કુર્ચે કુર્ચા ઉડી ગયા હતા બનાવના પગલે અમીરગઢ પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. ગાડી ચાલક સહિત કુલ ત્રણ મિત્રોને ઈજા પહોંચી હતી. જેમાંથી બે મિત્રોને અતિ ગંભીર પહોંચતા 108 પાયલોટ પૃથ્વી ભાઈ તેમજ કિરણભાઈ પટેલ દ્વારા ઇજાગ્રસ્તોને તત્કાલિક પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ને લઇ અમીરગઢ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.