પડતર માંગોને લઈ હડતાળ પર રહેલા આરોગ્ય કર્મીઓએ વિરોધ પ્રદર્શન કયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં એક જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૦૦૦ ઉપરાંતના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામયુ છે. ત્યારે આજે આરોગ્યકર્મીઓએ કલેકટર, ડીડીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર માટે ૧૯૦૦ નો ગ્રેડ-પે વધારીને ૨૮૦૦ કરવો, પ્રાઇવેટ ટ્રાવેલિંગ એલાઉન્સ અને કોરોના સમયે કેર સેન્ટરમાં ફરજ બજાવી હતી તેનું અલગથી મહેનતાણું આપવું જેવી માંગણીઓને લઈને આરોગ્ય કર્મીઓ દ્રારા અવાર નવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્રારા આ માંગણીઓ સંતોષવામાં ના આવતા આખરે આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બનાસકાંઠા જિલ્લાના ૧૦૦૦ ઉપરાંત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર સહિતના તમામ કેડરના કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. દરમીયાન,
આજે આરોગ્ય કર્મીઓ દ્વારા જીલ્લા કલેકટર, ડીડીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવવવામાં આવ્યું હતું. જેમાં પોતાની પડતર માગણીઓનો ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી. રોગચાળા વચ્ચે હડતાળનું શસ્ત્ર મજબૂરીમાં ઉઠાવવું પડ્યું હોઈ જનતા પણ સહયોગ આપે અને સરકાર સત્વરે અમારી માંગણીઓ સ્વીકારી હડતાળ સમેટાવે તેવી લાગણી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ લાખાભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ જે.ડી.ચૌધરીએ વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.