ડીસા નગર પાલિકાની સાધારણ સભા તોફાની બની

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા નગર પાલિકાની સાધારણ સભા શુક્રવારે નગર પાલિકાના સભાખંડમાં પ્રમુખ શિલ્પાબેન માળીના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય શશીકાંત પંડયાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં ભાજપ પક્ષના ચૂંટાયેલા કેટલાંક સદસ્યોએ જ વિરોધ નોધાવતા ઉહાપોહ મચી ગયો હતો. ડીસા નગર પાલિકાના સભાખંડમાં સાધારણ સભાની શરૂઆત ‘વંદે માતરમ’ ના ગાન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ નગર પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી દ્વારા ગત સભાની કાર્યવાહી વંચાણે લેતાં ભાજપના જ ચૂંટાયેલા તેમજ પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળી, પાણી પુરવઠા ચેરમેન રમેશભાઇ રાણા અને નિલેશભાઇ ઠકકરે એસ. સી. ડબલ્યુ. હાઇસ્કુલમાં સાયન્સ કોલેજની જગ્યા માટે થયેલ ઠરાવ તેમજ સ્મશાન ભૂમિમાં રૂપિયા ૬ કરોડ ઉપરાંતના વિકાસ કામ અંગે કરાયેલ ઠરાવ રદ કરવા વાંધો ઉઠાવ્યો હતો. આથી થોડા સમય માટે સભામાં પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો વચ્ચે ચકમક ઝરી હતી. આ અંગે સદસ્ય નિલેશભાઇ ઠકકરે જણાવ્યું હતું કે “એસ. સી. ડબલ્યુ. હાઇસ્કુલમાં સાયન્સ કોલેજ માટે પૂરતી જમીન નથી. જેથી ભવિષ્યમાં કવેરી ઉભી થાય તો તમામ સદસ્યોની જવાબદારી ફીકસ થાય છે. જેથી ઠરાવ રદ કરવા માટે વાંધો રજૂ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.