વડગામ તાલુકાના વાસણા (સે) ગામની દૂધ મંડળી રાજકીય કિન્નાખોરી ભોગ બની હોવાની રાવ
વાસણા(સે)દૂધ મંડળી પોલિટિક્સનો ભોગ બની હોવાની રાવ દોઢ માસનું રૂ.15 લાખનું પેમેન્ટ રોકી દેવાયું હોવાની રાવ
વડગામ તાલુકાના વાસણા (સે) ગામની દૂધ મંડળી રાજકીય કિન્નાખોરી ભોગ બની હોવાની રાવ ઉઠી છે. બનાસડેરી દ્વારા દૂધ મંડળીનું રૂ.15 લાખનું પેમેન્ટ રોકી દેવાતા મંડળીના હોદ્દેદારો સહિત દૂધ ઉત્પાદકોએ કલેકટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી.
બનાસડેરી દ્વારા વડગામ તાલુકાના વાસણા(સે) ગામની દૂધ ઉત્પાદક મંડળીનું પેમેન્ટ અટકાવી દેવાયું છે. છેલ્લા દોઢએક માસનું રૂ.15 લાખનું પેમેન્ટ ગેરકાયદેસર રીતે રોકી દેવામાં આવ્યું હોવાની રાવ ઉઠી છે. ત્યારે મંડળીના ચેરમેન-મંત્રી સહિતના દૂધ ઉત્પાદકોએ પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.
બનાસડેરી દ્વારા દૂધ મંડળીને દાણ, ઘી, તેલ કે ભાવફેર સહિતની ચીજ વસ્તુઓ પણ આપવામાં આવતી નથી. જેને લીધે ગામલોકો હાલાકીનો સામનો કરી રહ્યા હોવાનું ચેરમેન અયુબભાઈએ જણાવ્યું હતું. બનાસડેરીનું કહ્યું ન કરતા દૂધ મંડળી રાજકીય કિન્નાખોરીનો ભોગ બની હોવાના આક્ષેપો દૂધ મંડળીના હોદ્દેદારોએ કર્યા હતા.
Tags Dudh Mandal vadgam Vasana