ઈકો કારમાં આખલો ઘૂસી જતાં ચાલકને ઇજા થતાં સારવાર અર્થે પાટણ ખાતે ખસેડવામાં આવ્યો
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા હાઇવે રોડ ઉપર આવેલા રાજનગર પાસે ઈકો કાર માં આખલો ઘૂસી જતાં ચાલકને ઇજા થતાં સારવાર અર્થે પાટણ ખાતે ખસેડવામાં આવ્યો: કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા હાઇવે રોડ ઉપર રખડતાં ઢોરો નો ત્રાસ સતત વધી રહ્યો છે ત્યારે હવે થરા તરફથી આવતી ઈકો કાર ચાલક એ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા સામે ઉભેલ આખલા ને ટકકર મારતાં આખલો ઈકો કાર માં ઘુસી ગયો હતો. ત્યારે મોટો ધડાકો થતાં આજુબાજુના લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને શિહોરી 108 ને જાણ કરતા શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જેમાં હાથ અને પગમાં ફ્રેકચર હોવાથી પાટણ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકાના ભલગામડા નો ઠાકોર કલાજી ફ્તાજી ઉંમર વર્ષ 45 હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે હવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આવા રખડતા ઢોરો નો નિકાલ કરવો જરૂરી છે અન્યથા કોઈ પણ વાહન ચાલકો માટે અકસ્માત સર્જી શકે છે.