દુધવા ભારતમાલા રોડ પર સ્કોર્પિયોના ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ગતરોજ દુધવા ગામના ભરતમાલા રોડ પર સ્કોર્પિયો અને અર્ટિકા એમ્બ્યુલન્સ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. જ્યારે પોલીસે અકસ્માત સર્જનાર સ્કોર્પિયોના ડ્રાઈવરને સ્થળ પરથી ઝડપી લીધો હતો. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. ગત સાંજે એક અર્ટિકા એમ્બ્યુલન્સ ગાડી ચોટીલામાં થયેલા એક્સિડન્ટમાં રાજસ્થાનના કોઇ શખસની મરણ પામેલી ડેડબોડી લઈને રાજસ્થાન તરફ જતી હતી. આ ગાડી થરાદથી આગળ દુધવા ગામ પાસેના ભારતમાલા રોડ પાસે પહોંચતા સામેથી આવતી સફેદ કલરની સ્કોર્પિયો ગાડીએ ટક્કર મારી હતી. નશીબ જોગ આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઈ ન હતી. આ દરમિયાન સ્કોર્પિયો ગાડીનો ચાલક સ્થળ પર જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. જે ઈસમ થરાદ અભેપુરાનો રહેવાસી વિપુલ નાગજી પરમાર (ઉ.વ.27) હોવાનું જાણવા મળ્યું છે. બંને ગાડીઓને વધુ નુકસાન થયેલું હોવાથી સ્થળ પર જ પડી રહી હતી.સ્કોર્પિયોના ચાલક વિપુલ પરમાર વિરૂદ્ધ ગેરકાયદેસર દારૂ પીને ઝોખમી રીતે ગાડી ચલાવી આ અકસ્માત સર્જવા બદલ થરાદ પોલીસ દ્વારા તેના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.