બનાસકાંઠામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ડીસા મુકામે થશે

બનાસકાંઠા
બનાસકાંઠા

કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ: જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સુચારુ આયોજન અને કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરએ વિવિધ કચેરીના અધિકારીઓને કચેરીને લગતી કામગીરી જેવી કે જિલ્લામાં આવનારા મહેમાનો, પોલીસ બંદોબસ્ત,પોલીસ પરેડ, એન.સી.સી. સ્કાઉટ, વૃક્ષારોપણ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, ઈનામ વિતરણ, બેઠક વ્યવસ્થા વગેરે પર ચર્ચા કરી હતી અને સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે જોવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી.પી.પટેલ, એડિશનલ કલેકટર દેવાહુતિ, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંહ, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.