અંબાજી પોલિસ સ્ટેશનના હોલમાં જિલ્લા હોમગાર્ડ કમાંડરનું માતાજીની ચુંદડી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી, દાંતા અને મંડાલી હોમગાર્ડ યુનિટની મુલાકાતે જિલ્લા હોમ ગાર્ડ કમાંડર આવ્યા શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગુજરાત રાજ્યનું સૌથી છેવાડાનું ધામ છે. અંબાજી સહિત જિલ્લાના ગામેગામ સુઘી હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે બપોરના સમયે નવીન જીલ્લા હોમગાર્ડ કમાંડર હિંમતસિંહ ચાવડા દાંતા તાલુકાના દાંતા, મંડાલી અને અંબાજી ખાતે આવ્યા હતા. અંબાજી ખાતે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા.

દાંતા યુનિટની મુલાકાતે આવેલાં નવીન જિલ્લા હોમગાર્ડ કમાંડર હિંમતસિંહ ચાવડા જ્યારે પહોચ્યાં ત્યારે તમામ ગાર્ડ દ્વારા ફૂલો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દાંતા ખાતે તેમને તમામ હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમનું સન્માન પણ કરાયું હતું. અંબાજી પોલિસ સ્ટેશનના હોલમાં જિલ્લા હોમગાર્ડ કમાંડર હિંમતસિંહ ચાવડાનું માતાજીની ચુંદડી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજી ખાતે પૂર્વ હોમગાર્ડ કમાંડર ભુપેન્દ્ર જોષીની સારી સેવા બદલ જિલ્લા હોમગાર્ડ કમાંડર હિંમતસિંહ ચાવડા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.

અંબાજી મંદિરની મુલાકાત લીધી: અંબાજી મંદિરમા વિવિધ સુરક્ષા જવાનો ફરજ બજાવી રહ્યા છે. જેમાં હોમગાર્ડ જવાનો પણ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જિલ્લા હોમગાર્ડ કમાંડર હિંમતસિંહ ચાવડા અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અને હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત કરી હતી. અંબાજી હોમગાર્ડ કમાંડર ભાર્ગવ જોષી સાથે મહેન્દ્રભાઈ, હરેશભાઈ અને દિનેશભાઈ સહિત વિવિઘ ગાર્ડ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.