અફીણના જથ્થા સાથે ઝડપાયેલા શખસને ડીસા કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની સેકન્ડ એડી.સેશન્સ કોર્ટ દ્વારા અફીણના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. ધાનેરા પોલીસે સાંચોરના શખ્સને ત્રણ વર્ષ અગાઉ ₹40,900ની કિંમતના 409 ગ્રામ અફીણ સાથે ઝડપી લીધો હતો.

આ અંગેની હકીકત એવી છે કે, આરોપી રૂગનાથરામ લાડુજી વિશ્નોઈ (ગીલા) (રહે કેરવી કી ધાની, તા.સાંચોર, જિ. ઝાલોર, રાજસ્થાન)ની વર્ષ 2021માં ધાનેરા પોલીસે અટકાયત કરતાં તેની પાસેથી રૂ.409 ગ્રામ કિંમત રૂપિયા 40,900નો નશીલા અફીણનો રસ મળી આવ્યો હતો. જે અંગે ધાનેરા પોલીસે એનડીપીએસ ગુનો નોંધી તપાસ હાથ ધરી તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા એનડીપીએસ સ્પેશિયલ કેસ હેઠળ ડીસા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

જે અંગેનો કેસ ડિસાની કોર્ટ આ બીજા સ્પેશિયલ એડિશનલ સેશન્સ જજ એચ. એચ. કનારાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નીલમબેન બ્રહ્મભટ્ટ દ્વારા ઉપરોક્ત કેસમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, NDPSના કેસોમાં આજકાલ દેશના યુવાનો ડ્રગ્સનું સેવન કરીને પોતાનું જીવન અને દેશના યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યા છે અને તેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય રેકેટનો એક ભાગ હોવાથી હાલના કેસમાં મહત્તમ સજા કરવા માટેની રજૂઆતો કરી હતી.

આથી ન્યાયાધીશ એ સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી હતી અને આરોપીને એન.ડી.પી.એસ. અધિનિયમની કલમ 8(c), 17(b), 29 હેઠળના ગુના માટે દોષિત ઠેરવી 3 (ત્રણ) વર્ષની સખત કેદની સજા અને રૂ. 10,000 દંડ અને દંડની ચુકવણીમાં કસૂરવાર થાય તો વધુ 6 માસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ, સમાજમાં દાખલો બેસાડવા અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નમ્ર અદાલતે વધતા જતા ડ્રગ્સના ગુનાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.