ડીસાના બુરાલ ગામે દબાણ દૂર કરવા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના બુરાલ ગામે વર્ષોથી ગામતળની જમીનમાં કેટલાક શખ્સોએ બોર બનાવીને દબાણ કર્યું છે. ત્યારે 2014 થી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે લડી રહેલા ગ્રામજનો આજે ફરી એકવાર નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી દબાણ હટાવવાની માંગ કરી છે.ડીસા તાલુકાના બુરાલ ગામે ગામ તળની જમીનમાં 200 વિઘાથી પણ વધુ જગ્યામાં ગામનાજ શખ્સોએ દબાણ કરેલું છે. અગાઉ 2014માં દબાણ હટાવ ઝુંબેશમાં ગામના કેટલાક લોકોના દબાણ તોડી પડાયા હતા. તે વખતે દબાણ તોડવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવાઇ હોવાનો આક્ષેપ ગ્રામજનો કર્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ વારંવાર તમામ દબાણો દૂર કરવા તાલુકા પંચાયત કચેરીથી લઈ કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરેલી છે, પરંતુ દબાણ દૂર કરવા કોઈ કાર્યવાહી થતી નથી.હાલમાં ગામના મહિલા સરપંચના પતિ વહીવટ કરી રહ્યા છે. તેમજ સરપંચના મળતીયાઓ દ્વારા જ ગામતળની જમીનમાં બોર બનાવી ખેતી કરાતી હોવાથી ગ્રામજનો કહેવા જતા સરપંચ લોકોને હડધૂત કરી આ દબાણદારોને બચાવી રહ્યા છે. જો આ ગામતળની જગ્યા ખુલ્લી કરાય તો ગામમાં તમામ જાતિના ઘરવિહોણા લોકોને પ્લોટ આપી શકાય તેમ છે. તેવી રજૂઆત ગ્રામજનો ડીસા નાયબ કલેક્ટર કચેરીએ કરી હતી. આ અંગે ગામના ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ લોકોને હડધૂત કરી ઉદ્ધત જવાબ આપે છે. લોકોની કોઈ રજૂઆત સાંભળતા નથી.જ્યારે ગામના વેલભા સોલંકીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં દબાણમાં તોડ્યા ત્યારે વ્હાલા દવલાની નીતિ રખાઈ હતી. ત્યાર બાદ અમે વારંવાર રજૂઆત કરવા છતાં દબાણો દૂર કરવા કોઈ કાર્યવાહી થતી નથી. જેથી આજે ગ્રામજનોએ ડીસા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.